
રંગોના તહેવાર ધુળેટીની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી નર્મદા નદીના કિનારે સ્નાન માટે એકત્રિત થયા. નદીનું પાણી ઘણું ઊંડું હોવા છતાં લોકો બેફિકર બનીને સ્નાન કરતા જોવા મળ્યા. કેટલાક લોકો તો કિનારાથી દૂર સુધી જઈને સ્નાન કરી રહ્યા હતા.ત્યારબાદ મોટી સંખ્યામાં લોકો નર્મદા નદીના કિનારે સ્નાન માટે એકત્રિત થયા. નદીનું પાણી ઘણું ઊંડું હોવા છતાં લોકો બેફિકર બનીને સ્નાન કરતા જોવા મળ્યા. કેટલાક લોકો તો કિનારાથી દૂર સુધી જઈને સ્નાન કરી રહ્યા હતા.
ચિંતાજનક બાબત એ છે કે આ વિસ્તારમાં નર્મદા નદીમાં ડૂબી જવાના અનેક બનાવો બની ચૂક્યા છે. આમ છતાં સ્થાનિક તંત્ર દ્વારા કોઈ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી ન હતી. પોલીસ બંદોબસ્ત પણ ગેરહાજર હતો.આ પરિસ્થિતિમાં જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે તે પ્રશ્ન સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. તંત્રની બેદરકારી અને લોકોની બિનજવાબદાર વર્તણૂક બંને ચિંતાજનક બાબતો છે.