
ટીમ ઈન્ડિયાના લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ પોતાના છૂટાછેડાને લઈ ફરી એક વખત ચર્ચામાં છે. ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલ વચ્ચે સબંધો હવે પૂર્ણ થઈ ગયા છે. બંન્ને અંદાજે દોઢ વર્ષથી અલગ રહેતા હતા.20 માર્ચ આજના દિવસે ફાઈનલ નિર્ણય લેવામાં આવશે. બંનેએ કોર્ટમાં આ મામલાનો ઝડપથી ઉકેલ લાવવા માટે અપીલ કરી હતી, જેને સ્વીકારવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, છૂટાછેડા લીધા પછી, ચહલે ધનશ્રી વર્માને ભરણપોષણ તરીકે 4.75 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. પરંતુ આ તેમના માટે મોટી વાત માનવામાં આવતી નથી. આ પાછળનું કારણ આઈપીએલ છે. આ ટુર્નામેન્ટ દ્વારા તે આ પૈસા ફક્ત થોડા કલાકોમાં જ કમાઈ લેશે.ચહલ આઈપીએલ 2024માં પંજાબ કિંગ્સ તરફથી રમશે. પંજાબની ટીમે મેગા ઓક્શનમાં તેને 18 કરોડ રુપિયામાં ખરીદ્યો હતો. એટલે કે,દરેક મેચ માટે સરેરાશ 1.29 કરોડ રૂપિયા મળશે. આ રીતે, તે ફક્ત 4 મેચમાં છૂટાછેડાના પૈસા એકત્રિત કરી લેશે.
દર મેચ અંદાજે 3 કલાકની હોય છે. આ રીતે જોઈએ તો તે માત્ર 12 કલાક રમી ચહલ આટલા પૈસા કમાય લેશે. આ સીઝનમાં તેની સેલેરીનો સમય ફ્રેન્ચાઈઝી પર નિર્ભર કરે છે. કેટલીક વખત ખેલાડીઓને ટૂર્નામેન્ટ શરુ થતાં અડધી સેલેરી આપી દે છે.ત્યારબાદ વધેલા પૈસા ટૂર્નામેન્ટ પૂર્ણ થયા બાદ આપવામાં આવે છે. જો આ હિસાબથી આપણે જોઈએ તો, પ્રથમ મેચ રમવાથી તેને 9 કરોડ રુપિયા મળશે. આ રીતે છૂટાછેડા માટે આપનાર પૈસા ચહલ માત્ર 3 કલાકમાં કમાય લેશે. આ સિવાય તેને દરેક મેચ માટે 7.5 લાખ રુપિયા અલગથી મેચ ફી તરીકે મળશે. કોરોના મહામારી દરમિયાન ડાન્સ ક્લાસમાં બંન્નેની વાતચીત શરુ થઈ હતી. 22 ડિસેમ્બર 2020ના રોજ ચહલ અને ધનશ્રીએ લગ્ન કર્યા હતા. આ સંબંધ અંદાજે 2 વર્ષ સુધી ચાલ્યો હતો.