Satya Tv News

નર્મદા: પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક, નર્મદા નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ નર્મદા જીલ્લાના તેમજ આજુ-બાજુ ના જીલ્લાના નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા તેઓના રહેણાક તથા આશ્રયસ્થાનો તથા ખાનગી બાતમીદારોથી ઝડપી પકડી પાડી અસરકારક કામગીરી કરવાની સુચના કરતા પેરોલ-ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પો.સ.ઈ. ડી.આર, રાઠોડ નાઓએ ડેડીયાપાડા પો.સ્ટે. માં નોંધાયેલ ગુનામાં સંડોવાયેલ સહ આરોપી ગુનાના કામે અટક કરવાના બાકી હોય આ ગુનામાં સંડોવાયેલ ગૌત્તમભાઇ હસુભાઈ બાવળીયા ઉ.વ.૨૮ રહે.ભીમગઢ પ્રાથમીક શાળાની બાજુમાં તા-ચોટીલા જી-સુરેન્દ્રનગર નાઓની તપાસમાં ઇન્ચાર્જ પો.સ.ઈ.નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ તા-૧૬/૦૩/૨૦૨૫ ના રોજ પોલીસ સ્ટાફના માણસોને આ વ્યક્તિ ચોટીલા ખાતે બજારમાં આવનાર હોવાની ચોક્કસ બાતમી મળતા પોલીસ માણસો ચોટીલા બજારમાં રાજકોટ હાઇવે ભગવતી ટી સ્ટોલ ખાતે વોચમાં રહેતા બાતમી આધારે પકડી પાડેલ હોય આગળની કાર્યવાહી માટે આગળની કાર્યવાહી કરવા સારૂ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનખાતે આરોપીનો કબજો સોપવાં આવેલ છે

આ આરોપી એ કરેલા ગુના માં હકીકત એવી હતી કે મહારાષ્ટ્ર થી મરચા ની ટ્રક લઇ ને આવતા હતા ત્યારે મરચા બારોબાર વેચી માર્યા અને ડ્રાઇવર તથા બીજા માણસોએ ખાલી ટ્રક ઝાડ સાથે અથડી ટ્રક સળગાવી દીધી
તી અને શેઠને કહ્યું કે મરચા ભરેલી ટ્રક સળગી ગઈ છે, ત્યારબાદ પોલીસ તપાસ દરમિયાન આ ગુનો જણાતા ડેડીયાપાડા પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરેલ.

રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા

error: