
પિતા એ અનાજ લાવવા રૂ.૧૨૦૦ માંગ્યા ત્યારે પુત્ર એ રૂ.૬૦૦ મારી પાસે છે તેમ કહેતા બોલાચાલી માં આ ઘટના ઘટી
નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના નાના ભાટપુર ગામમાં રહેતા મરનાર કાનજીભાઇ જેકણભાઇ વસાવા તથા ખૂન કરનાર બન્ને સગા બાપ દિકરા થતા હોય ગઈ તા.૧૬/૦૩/૨૦૨૫ ના રોજ રાત્રે ૮:૩૦ વાગ્યાના અરસામાં કાનજીભાઇ જેકણભાઇ વસાવા એ પુત્ર ગોપાલ કાનજીભાઇ વસાવા પાસે રેશનકાર્ડમાં અનાજ લેવા સારૂ રૂ.૧૨૦૦/-ની માંગણી કરતા પુત્ર એ મારી પાસે ૬૦૦/- રૂપિયા જ છે બીજા પછી આપીશ તેમ કહેતા પૈસા બાબતે બંન્ને બાપ દિકરા વચ્ચે બોલાચાલી થતા પિતા અકળાઈ ગયા અને ઘર માંથી કુહાડી લઈ આવી પુત્ર ને મારવા જતા પુત્ર એ પિતા ના હાથ માંથી કુહાડી ખેંચી લઈ પિતા ને કુહાડી વડે માથાના ભાગે તથા ડાબા હાથના ભાગે તથા ડાબા પગના ભાગે જીવલેણ ઇજાઓ કરતા તેમને સારવાર માટે દેડિયાપાડા સરકારી દવાખાના માં લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજતા દેડિયાપાડા પોલીસે પુત્ર ગોપાલ વિરુદ્ધ ખૂન નો ગુનો દાખલ કર્યો છે.
રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા