Satya Tv News

દેડીયાપાડા તાલુકા નાં કનબુડી ગામે આવેલ સસ્તા અનાજની દુકાનમાં લાભાર્થીઓને પૂરતો જથ્થો ન મળતા લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે, સસ્તા અનાજની દુકાનોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર ચાલતો હોવાની બૂમો પણ ઉઠવા પામી છે.

પમળતી માહિતી અનુસાર દેડીયાપાડા તાલુકામાં આવેલ કનબુડી ગામે સસ્તા અનાજની રેશનિંગની દુકાનોમાં ગ્રાહકોને પૂરતા પ્રમાણમાં ઘઉં ચોખા વગેરે અનાજ આપવામાં આવતું નહીં. જ્યારે સરકારશ્રી દ્વારા નક્કી કર્યા મુજબનું રેશનકાર્ડ અનાજ ન અપાતા રેશનકાર્ડ ધારકો બૂમો ઉઠવા પામી છે. જ્યારે તેમના રેશનકાર્ડમાં બધું સરકારશ્રી નકકી કર્યા મુજબ લખી દેવામાં આવે છે. આ ગામડાની ભોળી અને નીરક્ષર પ્રજાને ખબર નહિ પડતા તેમનો અમુક રેશનીંગની દુકાનદારો દ્વારા સસ્તા અનાજનો જથ્થો બારોબાર વેચી નાખવામાં આવે છે. જ્યારે રેશનીંગ દુકાનદાર દ્વારા કાર્ડ ધારકોને કૂપન પણ આપવામાં આવતી નથી તથા તે કુપન તેમના પાસેજ રાખવામાં આવે છે તેના લીધે રેશનકાર્ડ ધારકોને તેમનો રેશનકાર્ડ માં કેટલું અનાજ છે. તે ખબર પડતી નથી. ત્યારે ગામના જ જાગૃત યુવાન વસાવા રાજેશભાઈ ગુરજીભાઈ દ્વારા મુખ્યમંત્રીશ્રીને અને પ્રાંત અધિકારીશ્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, તેમણે પત્રમાં જણાવ્યું છે કે ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજના પુરવઠા વિભાગ દ્વારા ચાલે છે, જેમાં અરજદાર દ્વારા કનબુડી ગામે આવેલ પોતાના હકનું અનાજ સસ્તા અનાજની દુકાન ખાતે લેવા ગયેલ, ત્યારે દુકાનદાર દ્વારા પૂરતો જથ્થો આપવામાં આવ્યો ન હતો, અને વધુમાં દુકાનદાર દ્વારા ચિઠ્ઠીમાં હાથ થી લખેલ કુપન આપવામાં આવી હતી. જેથી બંધારણીય પ્રમાણે કાર્યવાહી કરી ન્યાય મળે જે બાબતે લેખીતમાં રજૂઆત કરી છે. હવે જોવું એ રહ્યું કે આ સરકારી રેશનિંગ દુકાનદારોની સામે લાગતા વળગતા અધિકારીઓ દ્વારા તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ??

રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા

error: