
જોખમી વ્યવસાયમાં કામ કરતાં એક તરુણ શ્રમિકને મુક્ત કરાયા
નર્મદા જિલ્લામાં બાળ શ્રમયોગી પ્રથા નાબુદી માટે જિલ્લા ટાસ્કફોર્સ કમિટીની રચના કરવામાં આવેલ છે. આ કમિટી દ્વારા તા.૨૦-૦૩-૨૦૨૫ ના રોજ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં દેડિયાપાડા ખાતે ટાસ્કફોર્સ રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન જોખમી વ્યવસાયમાં કામ કરતાં એક તરૂણ શ્રમિકને મુક્ત કરવવામાં આવ્યું.
નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં દેડિયાપાડા ખાતે રેડ કરતી સંસ્થા મારૂતી ઓટો ગેરેજ, મુ.બરસામુંડા ચોક, સાગબારા રોડ, તાલુકો દેડિયાપાડા ખાતે જોખમી વ્યવસાયમાં એક તરૂણ શ્રમિક પાસે કામ કરાવવામાં આવતું હતું. જેની જિલ્લા ટાસ્કફોર્સ સમિતિના સભ્યો દ્વારા પ્રાથમિક પુછપરછ દરમિયાન જોખમી વ્યવસાયમાં તરૂણ શ્રમિક હોવાનું જણાઈ આવતા, તે તરુણને બાળ મજુરી માંથી મુક્ત કરાવી કાર્યવાહી કરી, ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, રાજપીપળા-નર્મદા ખાતે સોપવામાં આવેલ છે. અને કામે રાખનાર સંસ્થા અને માલિક સામે શ્રમિકનું નિવેદનો લઈને નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ સમગ્ર કામગીરીમાં નર્મદાના ઇ.ચા સરકારી શ્રમ અધિકારીશ્રી, જિલ્લા બાળ સુરક્ષા એકમ, નર્મદા માંથી આઉટ રીચ વર્કર પોલીસ સ્ટેશન, રાજપીપલા તરફથી પોલીસ કોન્સ્ટેબલ અને ગ્રામ વિકાસ ટ્રસ્ટ, ભરૂચ તરફથી પ્રોજેક્ટ કો-ઓડીનર દ્વારા સંસ્થા સામે દેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે એફ.આઈ.આર સહિતની નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવ્યું છે.
રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા