Satya Tv News

નર્મદા જિલ્લાના સાગબારા કોર્ટ પાસેથી પોલીસે સુકા ગાંજા ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને પકડી પાડ્યા હતા.

મળતી માહિતી અનુસાર સાગબારા પોલીસે ચેકીંગ દરમિયાન સાગબારા કોર્ટ ચાર રસ્તા પાસે (1) હિરેનભાઇ દિનેશભાઇ ડોબરીયા (પટેલ) રહે.કે-103, સ્વર્ગ રેસીડેન્ડ્સી ખોલવાડ કામરેજ.જી.સુરત (2) જયેષભાઇ ઉર્ફે શૈલેષભાઇ પ્રભુભાઇ પરમાર, રહે. હાલ ટીમ્બા, આદિવાસી મહોલ્લા, ભાથીજી મદીર સામે તા.કામરેજ, જી.સુરત મુળ રહે.પ્લોટ નં-119, પ્રથમ માળ,વર્ષા સોસાયટી-1. માતાવાડી લંબે હનુમાન રોડ સુરત શહેર (3) બટુકભાઇ કવાભાઇ પરમાર, ધંધો. ડ્રાઇવિંગ રહે. 243-શ્રી.જી રો હાઉસ કામરેજ નેશનલ હાઇવે રોડ એસ.આર.પી.ગૃપ સામે, વાવ, તા.કામરેજ ,જી.સુરત નાઓએ પોતાના કબજાની ઇનોવા ફોરવ્હીલ ગાડી નંબર GJ.19 M.8084 માં ગેરકાયદેસર વનસ્પતિજન્ય લીલાસ પડતા પાંદડા/ડાળી તથા બીજવાળા માદક પદાર્થ સુકો ગાંજો 11 કીલો 578 ગ્રામ કુલ કિ.રૂ.1,15.780/-(એક લાખ પંદર હજાર સાતસો એસી) તથા મોબાઇલ નંગ-03 કુલ કિ.રૂ.11,000/-તથા ઇનોવા ગાડી GJ.19 M.8084 આશરે કી.રૂ.3.00,000/-મળી કુલ રૂ.4.26.780/-ના મુદ્દામાલ સાથે ત્રણ ને ઝડપી પાડ્યાં હતા તથા આ માદક પદાર્થ સુકો ગાંજો અંબાલાલ નામના વ્યક્તિ રહે.ગદર ગામમાં (મહારાષ્ટ્ર) નાઓએ આપી એકબીજાની મદદગારી કરી ગુનો કરતા સાગબારા પોલીસે એન.ડી.પી.એસ.નો ગુનો દાખલ કર્યો છે.

રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા

error: