

*નિવાલ્દા ગ્રામ પંચાયત ખાતે પિરામલ ફાઉન્ડેશન દ્વારા વિશ્વ જળ દિવસની ઉજવણી કરાઇ* ડેડીયાપાડા ના નિવાલ્દા ગ્રામ પંચાયત માં તા. 21 માર્ચ, 2025 ના રોજ વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજના કાર્યક્રમમાં પાણી સમિતિની જવાબદારી અને કાર્ય, જીવનમાં પાણીનું મહત્વ, પાણી બચાવવું અને પાણી બંધની મદદથી તેના સંવર્ધન નું મહત્વ અંગે પિરામલ ફાઉન્ડેશન ના ગાંધી ફેલો પુખરાજ સાળવી દ્વારા સત્ર લેવામાં આવ્યું હતું. તેમજ ગામના નાગરિકોમાં FTK KIT (વોટર ટેસ્ટિંગ કિટ) વિશે જાગૃતતા લાવવા અને વાસ્તવિક પાણી પરીક્ષણ અંગે માર્ગદર્શન આપવા માટે રોહન રાઉત, ગાંધી ફેલો, પિરામલ ફાઉન્ડેશન દ્વારા સત્ર લેવામાં આવ્યું હતું.આ સાથે, પાણી પરીક્ષણ અંગે ગામલોકોની જવાબદારી પર પણ ચર્ચા કરવામાં આવી હતી. ગામમાં પાણીની સુધારેલી પરિસ્થિતિ અંગે આંગણવાડી શિક્ષિકા વસાવા મીનાક્ષીબેન દ્વારા તેમનો અભિપ્રાય આપવામાં આવ્યો હતો. પાણી સમિતિના કાર્ય અને જવાબદારીઓ વિશે વિશિષ્ટ વિડિયો પણ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનું આયોજન રોહન રાઉત અને પુખરાજ સાળવી, પિરામલ ફાઉન્ડેશન, ગાંધી ફેલો દ્વારા કરવામાં આવ્યું, જેમાં નિવાલ્દા ગ્રામ પંચાયત દ્વારા પણ સહયોગ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગામના સરપંચ વસાવા રવિન્દ્રબેન, તલાટી વસાવા વસંતભાઈ, VWSC (પાણી સમિતિ) ના સભ્યો, ગ્રામ પંચાયતના સભ્યો, આંગણવાડી શિક્ષિકા, અને ગ્રામ પંચાયત કર્મચારીઓ સહિત કુલ 45 લોકો હાજર રહ્યા હતા.
રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા