


સાગબારા ખાતે બીજેપીનાનવનિયુક્ત યુવા જિલ્લા પ્રમુખ નિલ રાવ ના હસ્તે બીજેપી કાર્યાલય નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે નીલ રાવે જણાવ્યું કે મારા સન્માન માટે કોઈએ પુષ્પગુચ્છ કે હાર નહિ લાવવા મેં એક અનોખી પહેલ શરૂ કરી જેમાં ફૂલ નહિ પણ નોટબુક આપી સન્માન કરવું જેથી ભેગી થયેલ નોટબુક જરૂરિયાતમંદ બાળકો ને કામ લાગે. તેમણે વધુમાં કહ્યું કે હવે જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારતીય જનતા પાર્ટીના તાલુકા કાર્યાલય ના ઉદ્ધાટન કરવાનું પણ શરૂ કર્યા છે, જેમાં સાગબારા ખાતે બીજેપી ના નવીન કાર્યાલય નું ઉદ્ધાટન તેમના હસ્તે કરાયું હતું. જેમાં ભાજપ ના કાર્યકરને કોઈપણ કામ હોય તો તાલુકા પ્રમુખ, ઉપ પ્રમુખ કે મહામંત્રી ને શોધવા જવાની જરૂર નથી હવે તાલુકા કક્ષાએ બનેલ કાર્યાલયમાં આ તમામ મળી રહે તે હેતુ થી કાર્યાલય નું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. નવનિયુક્ત પ્રમુખ નિલ રાવ એ કહ્યું કે આ કાર્યાલય માં કાર્યકરો માટે બેસવાની વ્યવસ્થા છે અને તેમના કામ વહેલી તકે સરળતા થી પતે તેના પર ખાસ ધ્યાન આપવામાં આવશે, કાર્યકરો ને પડતી સમસ્યાઓનો પણ વહેલામાં વહેલો ઉકેલ લાવવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.
રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા