Satya Tv News

મરનારને દારૂ પીવાની ટેવ હોઇ તે ખેતરમાં રહેતો હતો-ખેતર માલિક સાથે કોઇ વાતે થયેલ ઝઘડામાં તેણે જીવ ગુમાવ્યો

ભરૂચ જિલ્લાના નેત્રંગ ત‍ાલુકાના કાકડકુઇ ગામે નજીવા ઝઘડામાં એક ઇસમની હત્યા થઇ હોવાની ઘટના બનવા પામી હતી. આ અંગે નેત્રંગ પોલીસમાંથી મળતી વિગતો અનુસાર નેત્રંગ તાલુકાના કાકડકુઇ ગામના ૪૪ વર્ષીય રાજેશભાઇ ગોમાભાઇ વસાવા નામના ઇસમના લગ્ન બાદ તે બે સંતાનોનો પિતા બન્યો હતો.ત્યારબાદ આશરે દશેક વર્ષ પહેલા તેને પત્ની સાથે અણબનાવ થતાં તેની પત્ની બાળકો સાથે પિયરમાં રહેવા જતી રહી હતી. રાજેશ છુટક મજુરી કામ કરતો હતો અને તે દારૂ પીવાની ટેવવાળો હોઇ ગામના અશ્વિનભાઇ ધારાસિંગ વસાવા સાથે દારૂ પીને તેની સાથે ફરતો હતો,અને તે અશ્વિનભાઇના ખેતરમાં આવેલ આંબાના ઝાડ નીચે ખાઇ પીને સુઇ રહેતો હતો.દરમિયાન ગતરોજ તા.૨૪ મીના રોજ રાતના આઠ વાગ્યાના અરસામાં રાજેશ અને અશ્વિન વચ્ચે કોઇ વાતે ઝઘડો થયો હતો,આ ઝઘડા દરમિયાન અશ્વિનભાઇએ રાજેશને માથા પર પત્થર મારતા રાજેશ ગંભીર રીતે ઝખ્મી થયો હતો. ગંભીર રીતે ઝખ્મી થયેલ રાજેશના નાક અને કાનમાંથી લોહી નીકળતું હતું ,તેમજ માથાના ભાગે પણ લોહીલુહાણ થતાં તેનું મોત નીપજ્યું હતું.ઘટના બાદ અશ્વિન વસાવા સ્થળ ઉપરથી નાશી ગયો હતો.મૃતકનું નેત્રંગ સરકારી દવાખાને પી.એમ.કરવામાં આવ્યું હતું. ઘટના સંદર્ભે મૃતકની બહેન સંગીતાબેન વસાવા રહે.ગામ અરેઠી તા.નેત્રંગનાએ નેત્રંગ પોલીસમાં રાજેશની હત્યા કરનાર અશ્વિન ધારાસિંગ વસાવા રહે.કાકડકુઇ તા.નેત્રંગ જિ.ભરૂચના વિરુધ્ધ ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

error: