Satya Tv News

અંકલેશ્વર શહેરના જુના નેશનલ હાઇવે નંબર 8 ભરૂચ ને જોડાતા ગડખોલ ટી બ્રિજ ફાટકની સમસ્યાથી મુક્તિ સાથે ટ્રાફિક નિવારણ માટે બનાવવામાં આવ્યો હતો. જો કે બ્રિજ બન્યા બાદ મહદંશે ટ્રાફિક સમસ્યા નું નિવારણ થઇ છે. પરંતુ માત્ર 4 વર્ષ માં જ બ્રિજ ના સળીયા 6 થી વાર બહાર નીકળી ગયા હતા. અને બ્રિજ ના સ્લેબ માં ગાબડાં પડવા સાથે સળીયા બહાર નીકળી આવ્યા હતા. બે દિવસ પૂર્વે જ પુનઃ બ્રિજ પર સળીયા બહાર નીકળી આવતા તેના અહેવાલ પ્રકાશિત કર્યા હતા. જે બાદ પુનઃ તંત્ર જાગ્યું હતું અને જ્યાં જ્યાં સળીયા દેખાઈ રહ્યા હતા ત્યાં પ્લાસ્ટર લગાવી પેચવર્ક કર્યું હતું. અને તમામ ગાબડાં નું પુરાણ પણ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ટી બ્રિજ પર વારંવાર પડતા ગાબડાં ને લઇ બ્રિજ ના કામ સામે સવાલ ઉભા થયા છે. ત્યારે તંત્ર દ્વારા બ્રિજ નિર્માણ સાથે જોડાયેલ એજન્સી સામે તપાસ કરી બ્રિજ ની ક્ષમતા બાબતે જરૂરી ટેસ્ટ કરવામાં આવે એ જરૂરી બન્યું છે. ગડખોલ બ્રિજ પાંચ વર્ષમાં જ ખખડધજ બની ગયો છે.

error: