
અમેરિકન ઉદ્યોગપતિ એનેલ મસ્કે થોડા વર્ષો પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ખરીદ્યું હતું અને પછી તેનું નામ બદલીને X રાખ્યું હતું. મસ્કે મેનેજમેન્ટ સંભાળતાની સાથે જ તેમણે ઘણા ફેરફારો કર્યા અને લોકો પાસેથી બ્લુ ટિક માટે ફી વસૂલવાનું શરૂ કર્યું હતું. હવે મસ્કે X પણ વેચી દીધું છે. ગભરાશો નહીં, આ વખતે X ને મસ્કની બીજી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની, xAI એ ખરીદ્યું છે. આ સોદો 33 અબજ ડોલરમાં થયો છે. ભારતીય ચલણમાં આ રકમ 2 લાખ 82 હજાર કરોડ રૂપિયાથી વધુ થાય છે.
આ ટેક-ઓવરનો ઉદ્દેશ્ય xAI ના AI વિશેષતાને X ની વ્યાપક પહોંચ સાથે જોડવાનો છે. મસ્કે xAI નું મૂલ્ય $80 બિલિયન અને X નું મૂલ્ય $33 બિલિયન આંક્યું છે. મસ્કના પોર્ટફોલિયોમાં ટેસ્લા અને સ્પેસએક્સ જેવી જાણીતી કંપનીઓ પહેલાથી જ શામેલ છે. તાજેતરમાં, X એ તેનું નવું AI મોડેલ Grok લોન્ચ કર્યું છે. આ નવો ફેરફાર ગ્રોકને તાલીમ આપવાનું સરળ બનાવી શકે છે. મસ્કે X પર લખ્યું કે, “xAI અને X નું ભવિષ્ય એકબીજા સાથે જોડાયેલા છે. આજે આપણે ડેટા, મોડેલ, કમ્પ્યુટિંગ, વિતરણ અને પ્રતિભાને એકીકૃત કરવા માટે સત્તાવાર રીતે પગલાં લઈ રહ્યા છીએ.”
મસ્કે X પરની એક પોસ્ટમાં કહ્યું કે, “xAI અને Xનું ભવિષ્ય એકબીજા સાથે જોડાયેલા છે. આજે, અમે સત્તાવાર રીતે ડેટા, મોડેલ, કમ્પ્યુટિંગ, વિતરણ અને પ્રતિભાને એકસાથે લાવવા માટે આગળ વધી રહ્યા છીએ. આ સંયોજન xAI ની અદ્યતન AI ક્ષમતાઓ અને કુશળતાને X ની વિશાળ પહોંચ સાથે જોડીને વિશાળ શક્યતાઓને ખોલશે.” તેમણે લખ્યું કે, સંયુક્ત કંપની અબજો લોકોને વધુ સ્માર્ટ અને વધુ અર્થપૂર્ણ અનુભવો પ્રદાન કરશે, જ્યારે અમારા મુખ્ય મિશન – સત્યની શોધ અને જ્ઞાનની પ્રગતિ પ્રત્યે વફાદાર રહેશે.
X ના 600 મિલિયનથી વધુ સક્રિય યૂઝર્સ છે. મસ્કે X વિશે કહ્યું કે, “આ પ્લેટફોર્મ લાખો લોકો માટે વાસ્તવિકતા જાણવા માટેનો એક વાસ્તવિક સમયનો સ્ત્રોત છે. આ સાથે, X છેલ્લા બે વર્ષમાં વિશ્વની કાર્યક્ષમ કંપનીઓમાંની એક બની ગઈ છે, જે ભવિષ્યના વિકાસ માટે કામ કરી રહી છે.” એલોન મસ્કે વધુમાં કહ્યું કે, XAI ની સ્થાપના 2 વર્ષ પહેલા થઈ હતી. ત્યારથી તે ઝડપથી વિકસીને વિશ્વની અગ્રણી AI પ્રયોગશાળાઓમાંની એક બની ગઈ છે.