Satya Tv News

તારક મહેતા કા ઉલટા ચશ્મા શોમાં દયાબેન તરીકે દિશા વાકાણી એન્ટ્રી કરશે કે નહીં કરે તે અંગે ચાલતી અટકળોનો અંત આવી ગયો છે. દિશા વાકાણી શોમાં પરત નથી ફરવાના અને તેના બદલે અન્ય અભિનેત્રી દયા તરીકે શોમાં આવશે. દિશા વાકાણી વર્ષ 2018 થી શોમાં નથી. તેમને પરત લાવવા માટે શોના પ્રોડ્યૂસર આસિત મોદીએ ભારે મહેનત કરી પરંતુ દિશા વાકાણી શોમાં પરત ફરવા માંગતી નથી તેથી હવે મેકર્સે નવા દયાબેન શોધી લીધા છે.

દયાબેનના કેરેક્ટર માટે ઓડીશન ચાલી રહ્યા હતા અને આસિત મોદીએ નવા દયાબેનને ફાઈનલ કરી દીધા છે. દયાબેનનું પાત્ર કોણ ભજવશે તે નક્કી થઈ ગયું છે. જો કે આ અભિનેત્રીનું નામ રિવીલ કરવામાં આવ્યું નથી. પરંતુ જાણવા મળે છે કે મેકર્સે નવી અભિનેત્રી સાથે શૂટિંગ પણ શરુ કરી દીધું છે.

error: