Satya Tv News

એક શકમંદની અટકમૂળ ઉત્તરપ્રદેશના બીજનોરનો સચીન ચૌહાણ ઉર્ફે છોટુ દહેજની કંપનીમાં કરતો હતો

કામત્રણ દિવસથી ભરૂચની ગટરમાંથી યુવાનનું માથું, કમરથી ઘુંટણનો ભાગ,

https://youtu.be/uGM2_kr-5TY?si=oCrYa1NqESmLwH54

બે હાથ મળ્યાનો સિલસિલોજમણા હાથ પર લખેલા ટેટુથી યુવાનની પોલીસે કરી ઓળખપોલીસે ગટરો સાફ કરવા બે પંપ મુકતા કાપડના થેલમાંથી ધડ મળ્યું હજી મળ્યા નથી બે પગ25 માર્ચે પત્નીને વતન પરત લેવા જવા છેલ્લો ફોન કર્યા બાદ લાપતા બન્યો હતો સચિન ચૌહાણ.

ભરૂચ શહેરમાં ચાર દિવસથી ગટરમાં કપાયેલા પુરુષના અંગો મળવાની ઘટનાએ પોલીસને પડકાર ફેક્યો હતો. અને ભરૂચ જીલ્લાની જનતાને પણ વિચલિત કરી નાખી હતી. જ્યાં આજ દિને ગટરમાંથી મળેલ મૃતક યુવકના જમણા પરથી પોલીસને યુવકની ઓળખ છતી કરવામાં મોટી સફળતા મળી હતી. પોલીસ ચોપડે નોંધાયેલ વિગતો અનુસાર અને છેલ્લા ચાર દિવસથી મળતા માનવ અંગોના દ્રશ્યો મુજબ 29 માર્ચ 2025ના રોજ ભોલાવ વિસ્તારમાં ગટરમાંથી કપાયેલા યુવકનું માથું મળી આવતા ખળભળાટ મચ્યો હતો. જે બાદ 30 માર્ચ 2025ના ડાબો હાથ અને કમરથી લઇ ગૂંથણ સુધીના ભાગ મળી આવ્યો હતો. તારીખ 31 માર્ચ 2025ના રોજ ધડથી કમર સુધીનો ભાગ મળી આવ્યો હતો અને આજ દિને તારીખ 1 એપ્રિલ 2025ના રોજ જમણો હાથ અને ગૂંથણથી પંજા સુધીના અંગો મળી આવ્યા હતા.

ભરૂચ પોલીસે માથું મળ્યા બાદ બાકીના અંગો શોધવા જીલ્લાની તમામ ટીમો LCB , SOG, પેરોલ ફર્લો અને લોકલ પોલીસને કામે લગાડી હતી. અને ગટરનું પાણી ખેંચવા અર્થે પંપો લગાડ્યા હતા. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન પોલીસને મળેલ જમણા હાથ પરના લખાણને યુવકની ઓળખ છતી થઈ હતી. જેમાં જમણા હાથ પર લખેલ સચિન નામને લઇ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં ગુમ થયેલ સચિન ચૌહાણ ભાઇ દ્વારા લાપતા થયાની ફરિયાદ તારીખ 28 માર્ચના રોજ દર્જ કરાવી હોવાનું બહાર આવ્યું હતું.

જે બાદ પોલીસે મૃતક સચિનના ભાઈને બોલાવી પુષ્ટિ કરતા મૃતક 12 વર્ષથી ભરૂચમાં રહેતો પરણિત અને 4 વર્ષીય બાળકનો પિતા હોવાનું ફલિત થયું હતું. નોંધનીય છે

સમગ્ર ઘટનાની તપાસ બાદ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મૃતક ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાં આવેલા વેદાંત સોસાયટીમાં રહેતો 34 વર્ષીય સચિનકુમાર પ્રવિણસિંહ ચૌહાણ હોવાનું ખુલ્યું છે. જેમાં તારીખ 28 મી ફેબ્રુઆરીના 2025ના રોજ સચિન ચૌહાણ તથા તેની પત્નિ પારૂલબેન તથા દીકરા શિવા સાથે હોળીના તહેવાર કરવા માટે વતનમાં ગયા હતા

. જે બાદ પત્ની અને દીકરાને વતનમાં મુકી 6 માર્ચ 2025ના રોજ પરત ભરૂચ ખાતે આવ્યો હતો. અને 23 માર્ચ 2025ના સાંજના આઠ વાગે સચિને તેની પત્ની પારુલને ફોન કરીને તેમને લેવા જવાની વાત કરી હતી. ત્યાર બાદથી જ સચિનનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો. જેને લઇ સચીનનો ભાઈ મોહિતે દ્વારા 28 મી માર્ચ 2025ના રોજ ભરૂચ આવીને તપાસ કરતા તેના ઘરે તાળું મળી આવ્યું હતું. ઘરે તાળું મળી આવતા મોહિત ચૌહાણે ભરૂચ બસ સ્ટેશન, ભરૂચ રેલ્વે સ્ટેશન, સિવિલ હોસ્પિટલ, ઝાડેશ્વર, અંકલેશ્વર વિગેરે સ્થળો પર શોધ-ખોળ કરતા તેની કોઇ હકિકત મળી આવેલ ન હોય અને અમારા સગાં-સબંધી નાઓને ફોન કરી પુછપરછ કરતાં મારા ભાઈની કોઈ ભાળ મળી આવી ન હોય સચીનના નાના ભાઈ મોહિતે તેના ભાઈની ગુમ થવાની ફરિયાદ એ ડીવીઝનમાં નોંધાવી હતી.

જેને લઇ પોલીસે મૃતકનો ચહેરો બતાવતા પહેલા પરિવારે સચિનને ઓળખવાની ના પાડી દીધી હતી. પરતું બાદમાં જયારે તેનો હાથ મળતા સચિને તેના હાથ પર બનાવેલા સચિનના ટેટૂ પરથી તેની ઓળખ કરી હતી. જે બાદમાં ત્યાં મૃતક સચીનકુમારની હત્યાના કારસામાં તેનો જ મિત્ર શૈલેન્દ્રસિંગ વિજય ચૌહાણ શંકાના દાયરામાં આવ્યો છે. મૃતકના ભાઇ મોહિત ચૌહાણ દ્વારા શૈલેન્દ્રસિંગ દ્વારા જાતે કે પછી તેના સાગરિતો સાથે મળી તેમના ભાઇ સચીનની હત્યા કરી તેના કપડા કાઢી નાંખી કોઇ હથિયાર વડે તેના શરીરના અલગ અલગ ટુકડા કરી ભોલાવ GIDC વિસ્તારમાં આવેલી ગટરમાં ફેંકી દીધી હોવાની ફરિયાદ નોંધાવી છે. જેને લઇ ભરૂચ પોલીસે હાલમાં મૃતકના ભાઇ મોહિતની ફરિયાદના આધારે પ્રાથમિક તબક્કે શૈલેન્દ્રસિંગ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

error: