નર્મદા: વર્તમાન પરિસ્થિતીને ધ્યાને રાખી નર્મદા જિલ્લાના તમામ વિસ્તારોમાં તમામ પ્રકા૨ના ફટાકડા ફોડવા ૫૨ મનાઈ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી સી. કે. ઉંધાડ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામાની અમલવારી તા. ૧૦/૦૫/૨૦૨૫ થી તા.૧૫/૦૫/૨૦૨૫ સુધી કરવાની રહેશે.આ જાહેરનામાનો ભંગ ક૨ના૨ વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ – ૨૨૩ ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ ક૨વા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરી પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત ક૨વામાં આવ્યા છે.
