નર્મદા: હાલની પરિસ્થિતીને ધ્યાને રાખતાં સમગ્ર નર્મદા જિલ્લા વિસ્તારને “NO DRONE ZONE” જાહેર કરતુ જાહેરનામું નર્મદાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી સી.કે.ઉંધાડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર નર્મદા જિલ્લાના વિસ્તારમાં તમામ પ્રકા૨ના UAV/DRONE ઉડાડવા પર મનાઈ ફરમાવી છે. આ જાહેરનામાની અમલવારી તા.૧૦/૦૫/૨૦૨૫ થી તા.૧૭/૦૫/૨૦૨૫ સુધી કરવાની રહેશે.અપવાદ રૂપે પોલીસ વિભાગ અને સુરક્ષાબળોના સંસાધનોને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે.આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ – ૨૨૩ ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ ક૨વા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરી પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત ક૨વામાં આવ્યા છે.
