અંકલેશ્વર: શહેરના કોસમડી ગામના મોડા ફળિયા વિસ્તારમાં પદ્માવતી કોમ્પ્લેક્સ સામે આજે દુઃખદ માર્ગ અકસ્માત સર્જાયો હતો. મોપેડ પર સવાર એક દંપતીને ડમ્પર ચાલકે ટક્કર મારતાં મહિલાનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું.
https://www.instagram.com/reel/DJgNhFnou9U/?igsh=bWtqd3J3emQ5MTl3
પ્રાપ્ત માહિતી અનુસાર, મોપેડ પર પતિ-પત્ની મુસાફરી કરી રહ્યા હતા ત્યારે પદ્માવતી કોમ્પ્લેક્સ સામે એક બેફામ ઝડપે આવતા ડમ્પરે તેઓને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે મહિલાના ઉપરથી ડમ્પરનું પછાળું ટાયર ફરી ગયું, જેના કારણે તેણીનું ઘટનાસ્થળે જ કરુણ અવસાન થયું હતું.
મોપેડ ચલાવતા પતિને કોઈ ઈજા થઈ નથી અને તેઓ સલામત હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માતની જાણ થતા પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી છે અને ડમ્પર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની તજવીજ શરૂ કરાઈ છે.
સ્થાનિક લોકોમાં અકસ્માતને લઇને ભારે અસંતોષ જોવા મળ્યો હતો