
જંબુસરના પિલુદરા નજીક માર્ગ પર બાઇક સવાર યુવકનું મોત
જંબુસરના પિલુદરા નજીક ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માતમાં યુવકનું મોત નિપજતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
https://www.instagram.com/reel/DJgc0pyo3FR/?igsh=MXhyZTh0cDI3YW9qZA==
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાંથી પણ વધુ એક અકસ્માતની ઘટના પોલીસ ચોપડે નોંધાય છે. મળતી માહિતી અનુસાર, જંબુસર તાલુકાના કારેલી ગામમાં રહેતા સંજયકુમાર નટવરભાઈ પરમારને પિલુદરા ગામ નજીક અકસ્માત નડ્યો હતો. માર્ગ પર ઉત્તર બુનિયાદી સ્કૂલ પાસે બાઈક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થતાં સંજય પરમારનું કરૂણ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં વેડચ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે ડોઈ આવ્યો હતો, જ્યાં પોલીસે મૃતદેહને જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે