નિંગટ ગામની આંગણવાડી કેન્દ્ર-૧ બંધ હાલતમાં
સંજીવની યોજના નું દૂધ બહાર પડેલું જોવા મળ્યું
બાળકો માટે ભોજન પણ બનાવવામાં આવ્યું નથી
ICDSના જવાબદાર અધિકારીઓની ઘોર બેદરકારી
https://www.instagram.com/reel/DJislM-I96W/?igsh=MWo4dG91NWRobjNsaQ==
ડેડીયાપાડા તાલુકાના નિંગટ ગામે આવેલ આંગણવાડી કેન્દ્ર -૧ બંધ હાલતમાં જોવા મળ્યું હતું
ડેડીયાપાડા તાલુકાના નિંગટ ગામે આવેલી આંગણવાડી કેન્દ્ર-૧ બંધ હાલતમાં જોવા મળતાં તંત્રની બેદરકારી સામે આવી છે. મિડિયા ટીમ જ્યારે સ્થળ પર પહોંચી ત્યારે ન તો વર્કર જોવા મળી અને ન તો હેલ્પર. બાળકો માટે ન તો ભોજન બનાવાયું હતું અને દૂધ સંજીવની યોજના હેઠળ મળતું દૂધ પણ બહાર પડેલું જોવા મળ્યું હતું પરિસ્થિતિ જોઈને એવું લાગી રહ્યું છે કે આ કેન્દ્ર છેલ્લા ઘણા સમયથી બંધ છે. ICDS વિભાગના જવાબદાર અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.
વીડિયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ ડેડીયાપાડા