Satya Tv News

.એલસીબીનો દરોડો માં 5 આરોપી ઝડપાયા, જ્યારે અન્ય 3 આરોપી વોન્ટેડ

“અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલ માય ઇકો એનર્જી પંપ (વીશીન ફ્યુલ સ્ટેશન) પર ભેળસેળયુક્ત ડીઝલ વેચાતું હોવાનું ભરૂચ એલસીબી (લોકલ ક્રાઇમ બ્રાંચ) પોલીસને મળેલી ચોક્કસ માહિતી પરથી ખુલ્યું હતું. પોલીસે ત્યાં દરોડા પાડતા પંપમાં એક ટેન્કરથી શંકાસ્પદ પ્રવાહી પંપની ગ્રાઉન્ડ ટાંકીમાં ખાલી કરી રહેલું જોવા મળ્યું. તપાસમાં જાણવા મળ્યું કે મુન્દ્રા પોર્ટ નજીક ગોડાઉનમાંથી ઇન્ડસ્ટ્રીયલ ઓઇલ લાવીને તેને ડીઝલ તરીકે વેચવામાં આવતું હતું.પોલીસે સ્થળ પરથી કુલ રૂ. 41.86 લાખનો મુદ્દામાલ, જેમાં ટેન્કર, 35,786 લીટર ભેળસેળયુક્ત પ્રવાહી, 7 મોબાઇલ તથા અન્ય સાધનો જપ્ત કર્યા. આ કેસમાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં પંપ મેનેજર અને ફિલરો શામેલ છે. જ્યારે મુન્દ્રા પોર્ટમાંથી ટેન્કર ભરાવનાર અને ગોડાઉન સંચાલક સહિત 3 વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે B-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.

error: