Satya Tv News

https://www.instagram.com/reel/DJqwW-VoRXh/?igsh=MW4ydjl0dHZxd2Z1cg==

ભરૂચ શહેરમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળતાં ચકચાર મચી ગઈ છે. ભરૂચ પોલીસ કંટ્રોલરૂમને બેવાર કોલ કરીને આ ધમકી આપવામાં આવી હતી. આ ઘટનાને ગંભીરતાથી લેતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે.

ધમકીના કોલ બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી અને એક વ્યક્તિની અટકાયત કરી છે. આરોપીએ તેના ભાઈઓ સાથેના વિવાદમાં ફોન કરીને ખોટી માહિતી આપવાનો ગુનો કર્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, આ કોલ દહેજ બાયપાસ રોડ પરથી કરવામાં આવ્યો હતો. પોલીસે તેની સામે ભરૂચ શહેર “સી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં B.N.S કલમ 217 અને 353 (2) હેઠળ ગુનો નોંધ્યો છે.

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ખોટી ધમકી આપનાર યુવકને પોલીસે ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે. મળતી માહિતી અનુસાર આરોપી યુવકે પોતાના પરિવાર સાથેના વિવાદને લઈને ખોટી માહિતી આપી હતી. જેને ગંભીરતાથી લેતા પોલીસ તંત્રએ તાત્કાલિક તપાસ આરંભી હતી.

મહત્વનું છે કે, હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવના પગલે રાજ્ય પોલીસ તંત્રે ખાસ સતર્કતા અપનાવી છે. ભરૂચના એસ.પી.મયુર ચાવડા તાકીદ કરવામાં આવી હતી કે કોઈ પણ ખોટી, ઉશ્કેરણીજનક કે ભય પેદા કરતી માહિતી આપનાર સામે કડક પગલાં લેવામાં આવશે.

આ અંગે ભરૂચ એસસીએસટી સેલ ડીવાયએસપી ડૉ.અનિલ સિસારાએ જણાવ્યુ હતું કે,પોલીસ કંટ્રોલ રૂમને મળેલી માહિતી પ્રમાણે, અજાણ્યા શખસે રાત્રિના એકથી બે વાગ્યાના વચ્ચે ફોન કરીને જાણ કરી હતી કે ચાર શખ્સો સ્વામિનારાયણ મંદિરે બોમ્બ વિસ્ફોટ કરવાની તૈયારીમાં છે. મળેલી માહિતીના આધારે SOG અને “સી” ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એ.વી.પાણમિયા અને તેમની ટીમોએ તાત્કાલિક પગલાં ભરી ભરૂચ બોમ્બ સ્ક્વોડની મદદથી મંદિર પરિસરમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કોઇ પણ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી.

અંતે સર્વેલન્સ ટીમે મોબાઈલ ટ્રેસિંગના આધારે શંકાસ્પદ ઈસમને ભરૂચ રેલવે સ્ટેશન નજીકથી ઝડપી પાડ્યો હતો. ધરપકડ બાદ આરોપી તોસીફ આદમ પટેલે પુછપરછમાં કબૂલાત આપી હતી કે તેણે ખોટી માહિતી આપીને પોતાના ભાઈઓ સામે પોલીસ કાર્યવાહી કરાવવાનો પ્રયાસ કર્યો હતો.

પ્રાથમિક તપાસમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ધમકીનો કોલ માત્ર ટીખળ માટે કરવામાં આવ્યો હોઈ શકે છે, જોકે પોલીસ આ મામલે કોઈપણ શક્યતા નકારતી નથી અને વધુ તપાસ હાથ ધરી છે.

error: