Satya Tv News

આજ રોજ એકતાનગર ખાતે આયોજિત સૂચિત રેલી અને આવેદન નાં કાર્યક્રમને તંત્રએ ગેરકાયદેસર જણાવી હોઈ

ધારાસભ્ય ચૈતર વસાવાને આવેદનપત્ર આપવા જતા પોલીસે અટકાવતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું.

આજે સવારે આપ ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના સમર્થકો ડેડીયાપાડાથી જંગલના રસ્તે કેવડિયા તરફ આવવા નીકળ્યા હતા.પરંતુ5 કિમિ પગપાળા ચાલી પોતાના સમર્થકો સાથે ઝરવાણી ગામે પહોંચ્યા હતા. ત્યાં ઝરવાણી ખાતે પોલીસે અટકાવ્યા હતા. ત્યારે નર્મદા જિલ્લા પોલીસ દ્વારા ધારાસભ્ય અને સમર્થકોને રોકતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું..તુતુ..મૈ મૈ..નાં દ્રશ્યો પણ સર્જાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની સામે ડીમોલેશન ગત અઠવાડિયામાં કરવામાં આવ્યું હતું જે સંદર્ભે આજે વિવિધ સમાજ ના લોકોએ વિરોધ અને રેલી એકતા નગર ખાતે રાખવામાં આવી હતી.આ રેલીને નિષ્ફળ બનવવા માટે પોલીસ એ ચુસ્ત બંદોબસ્ત મૂકી દીધો હતો.

જેમાં નર્મદા ડીવાયએસપી એલસીબી અને પોલીસ સતત ધારાસભ્યની સાથે રહ્યાં હતા ત્યારે આગળ જતા અટકાવતા કેવડિયા આવેદનપત્ર આપવા મુદ્દે પોલીસ અને ચૈતર વસાવા વચ્ચે થઈ રકઝક થઈ હતી.એસીપી લોકેશ યાદવ ડીવાયએસપી સંજય શર્મા એલસીબી પીઆઇ સહિત પોલીસ કાફલો ચેતર વસાવા ના કાફલા સાથે પહોંચ્યા હતા.

ધારાસભ્ય ચૈતર વસાવાનાં જણાવ્યા અનુસાર ગઈકાલરાતથી મારાં ઘરે પોલીસ ખડકી દેવાઈ હતી અને નજર કેદ કરાયા હતા. આવેદનપત્ર માટે પરવાનગી માંગી હતી પણ પરવાનગી આપી નહોતો લોકશાહી માં આવેદન નહીં આપવા જવાની કાર્યવાહી ને ગેર બંધારણીય જણાવી હતી.

ધારાસભ્ય ચૈતર વસાવા એ જણાવ્યું હતું કેકેવડીયા કોલોની ખાતે બાપદાદાના સમયથી રહેતા આદિવાસી લોકોના ઘરો અને લારીગલ્લા પર ઉદ્યોગપતિઓના કહેવાથી સરકારે બુલ્ડોઝર ચલાવ્યું, તેના વિરોધમાં આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સ્થાનિકોને સાથે રાખીને કેવડિયા ખાતે કેવડીયા સ્વર્ણિમ સંકુલ સીઈઓને મળ્યા હતા અને વિસ્તારપૂર્વક ચર્ચા કરી છે અમારા ઘણા કાર્યકરો ને ડિટેન કર્યા છે ઘણા ને નજર કેદ કર્યાછે.,અમારા ચાર આગેવાનો સીઈઓને મળ્યા હતા. જેમણે એક સપ્તાહમાં જે મના ઘરો તૂટ્યા છે એમને સરકારના ધારાધોરણ મુજબ વળતર આપવાની ખાતરી આપી હતી તેમજ સરકાર પાસે જે પુરાવા છે તે પણ આપવા જણાવતા મામલો થાળે પડ્યો હતો

વિડિઓ જર્નલિસ્ટ સર્જન વસાવા સત્યા ટીવી ડેડીયાપાડા

error: