
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે આંબોલી ગામની સીમમાં ઓ.એન.જી.સી. પ્લાન્ટની સામે ખેતરમાં આવેલ બંધ મકાન પાછળથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
https://www.instagram.com/reel/DJ81rAsIfII/?igsh=bTQ1YXJsaThnZmt4
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાન બાતમી મળી હતી કે આંબોલી ગામના બુટલેગર અજય છીતું વસાવાએ આંબોલી ગામની સીમમાં ઓ.એન.જી.સી. પ્લાન્ટની સામે ખેતરમાં આવેલ બંધ મકાન પાછળ વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 312 નંગ બોટલ મળી કુલ 56 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને બુટલેગર અજય વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે