Satya Tv News

100 થી વધારે બાળકોએ વિશેષ વર્ગોનો લાભ લીધો

ઉમરપાડા મે મહિનામાં ઉનાળાનાં વેકેશન દરમિયાન શિક્ષણના સ્તરને વધારવા, બાળકોને પ્રોત્સાહન અને માર્ગદર્શન મળે તે હેતુથી તેમજ રજાનાં દિવસો દરમિયાન પણ બાળકોને નવું શીખવાની તેમજ જ્ઞાન પ્રાપ્ત કરવાની તક મળે તે હેતુથી ઉમરખાડી ગામના રાકેશભાઈ કર્માભાઈ વસાવા (M.Div) તેમજ વિસ્મયભાઈ ચંદુભાઈ (B.Sc.), બલાલકુવાના સિમોનભાઈ વસાવા (M.sc, B.ed) અને ચિતલદાના પાર્મીશાબેન સોમસિંહ વસાવા (M.sc, B.ed) આ ચારેય યુવાનોએ બાળકોનાં વ્યક્તિગત શિક્ષણનું સ્તર વધે તેવા હેતુથી આ દિવસો દરમિયાન અંગ્રેજી, ગણિત અને ગુજરાતી જેવા વિષયો પર વધુ ભાર આપી ધોરણ 1 થી 10 ના બાળકોને વાંચન, લેખન અને ગણન કરાવ્યું તેમજ સ્પર્ધાત્મક અને રમતગમતની પ્રવૃત્તિઓ પણ કરાવી.

આ ટ્યુશન ક્લાસમાં ઉમરખાડી ગામના બાળકો ઉપરાંત ચિતલદા, ઝરપણ, બલાલકુવા, શામપુરા અને નાનીફોકડી જેવા અનેક ગામોના બાળકોએ રસપૂર્વક ભાગ લીધો. ટ્યુશન કલાસનાં અંતિમ દિને પ્રથમ સ્થાન મેળવનાર બાળકોને પ્રોત્સાહનરૂપે ઈનામ વિતરણ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રમેશભાઈ વસાવા (ઉમરખાડી), પાડા ગ્રામ પંચાયતના સરપંચશ્રી સુનિલભાઈ વસાવા અને શાળાના આચાર્યશ્રી નિલેશભાઈનાં હસ્તે કરવામાં આવ્યું અને પ્રસંગ અનુરૂપ વક્તવ્ય રજૂ કરી ભાવિ ઘડતર માટે બાળકોને પ્રોત્સાહીત કર્યા.આ દરમિયાન બાળકો સાથે તેમના વાલીઓ અને ગામનાં વડીલો પણ હાજર રહ્યા હતા અને સફળ આયોજન બદલ શિક્ષકોને શુભેરછાઓ પાઠવી અને ભવિષ્યમાં ફરી આવા ક્લાસીસનું આયોજન કરવા રજૂઆત કરી હતી.

*રિપોર્ટર: સર્જન વસાવા, ઉંમરપાડા*

error: