Satya Tv News

📢રિપોર્ટર:

“વાગરા તાલુકા ના વેગણી ગામના લોકોને છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. ગામમાં પાણીની અછતના લીધે ગ્રામજનો ખુબ જ પરેશાન થઈ રહ્યા હતા. આ ગંભીર સમસ્યા અંગે સમાચાર માધ્યમોમાં ચર્ચા થયા બાદ તંત્ર હવે જાગ્યું છે.”

📍

“અહેવાલ પ્રકાશિત થતા જ પાણી પુરવઠા વિભાગ, વલસાડ અને ભરૂચના હાઇડ્રોલોજીસ્ટની વિશેષ ટીમ વેગણી ગામે પહોંચી છે. પાણીના સ્ત્રોતોની તપાસ કરવામાં આવી રહી છે અને તાત્કાલિક અમલમાં લાયક પગલાં લેવા અધિકારીઓએ આશ્વાસન આપ્યું છે.”

🎤

રિપોર્ટર:

“જ્યારે અધિકારીઓને ટેલિફોનિક પૂછવામાં આવ્યું કે આખરે હમણાં સુધી લોકોને પીવાના પાણી માટે વેઠ ભોગવવી પડી, ત્યારે અધિકારીશ્રીઓએ સ્પષ્ટ જણાવ્યું કે – ‘CMO ગુજરાત દ્વારા આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.’”

📸

“અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રામજનો દ્વારા સતત રજૂઆતો કરવા છતાં સમસ્યા નિરાકરાઈ ન હતી. હવે જ્યારે મીડિયા દ્વારા પ્રશ્ન ઉઠાવાયો, ત્યારે તંત્ર એક્સન માં આવ્યું છે.”

🧑‍🌾

ગ્રામજન નો અવાજ:

“અમે વર્ષોથી પાણી વગર તકલીફમાં છીએ. હવે તો આશા છે કે તંત્ર નિંદ્રામણથી જાગશે અને અમારું દુઃખ સમજી અમને પીવાનું શુદ્ધ પાણી મળે.”

📢રિપોર્ટર (ઉપસંહાર):

“સવાલ એ છે કે, શું માત્ર મીડિયામાં વિષય ઉઠતા જ તંત્ર હરકતમાં આવશે? પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે સામાન્ય જનતાને હજુ પણ પડકારોનો સામનો કરવો પડે છે, એ અત્યંત દુઃખદ છે. હવે જોવાનું એ છે કે વેગણી ગામની સમસ્યા ક્યારે પૂર્ણહર્તીથી હલ થાય છે.

“સત્યાટીવી દહેજ (સહદેવ ગોહિલ)

error: