
*ડેડીયાપાડા પોલીસે બંને પક્ષો ની સામસામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી: કુલ છ સામે ફરિયાદ નોંધાઈ*
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના શિયાલી ગામે બે પરિવારો વચ્ચે જમીન બાબતે ઝગડો થયો જેમાં બંને પક્ષે અપશબ્દો બોલી મારામારી કરી મામલો ડેડીયાપાડા પોલીસ સ્ટેશને પહોંચ્યો અને પોલીસે બંને પક્ષોની સામ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ડેડીયાપાડા ના શિયાલી ગામે નિશાળ ફળીયામાં અક્ષય સુરજી વસાવા એ ફરિયાદ નોંધાવી કે ગામના એક જ ફળિયામાં રહેતા હિતેશ ગુરજી વસાવા, ગુરજી સુરજી વસાવા તથા વિલાસ વસાવા, લલીતા ગુરજી વસાવા, ગુરજી વસાવા તેમના ઘરના આગણામાં આવી અક્ષય તથા નિકીતા ઘરે હતા ત્યારે અપશબ્દો બોલી ને તમે જે જમીનમાં હાલમાં ખેડાણ કરી છે. તે જમીનમાં હવે ખેડાણ કરતા નહીં તેમ કહી આ જમીન અમારા ભાગે આવેલ છે અને અમો ખેડાણ કરીશું કહી ઉશ્કેરાઈ જઈને એક બીજા ની મદદ કરી લાકડી વડે અને ગળદા પાટુ નો માર મારી જાનથી મારી નાખવાની ઘમકીઓ આપી હતી. જ્યારે સામે ગુરજી ફુલજી વસાવા એ ફરિયાદ નોંધાવી કે અક્ષય સુરજી વસાવા, સૂરજી ફુલજી વસાવા) નિકીતા અક્ષય વસાવા તથા નારસીંગ મંજી વસાવા નાનો આવી જમીન બાબતે તકરાર કરી એક બીજાનું ઉપરાણું લઈને લાકડી અને ઢીકાપાટુ નો માર મારી બીજી વાર અમારી સાથે જમીનની વાત કરશો તો તમને જાનથી મારી નખીશું તેવી ધમકી આપી હતી. એકજ કુટુંબના બે પરિવારિક ભાઈઓ જમીન માં ભાગ બાબતે સામ સામે આવી જતા ધીંગાણું સર્જાયું હતું જેમાં એક પરિવાર ના 5 અને બીજા પરિવાર ના 4 આ તમામ ને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ડેડીયાપાડા પોલીસે આ તમામ 9 સામે ગુનો નોંધી ને તપાસ હાથ ધરી છે.
*રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા*