Satya Tv News

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા શારદાદેવી સ્કુલની પાછળ ખેતરમાં આવેલ ઝુપડી પાસે કોઈ અજાણ્યા ઈસમે મરનાર લક્ષ્મણભાઈ રતનભાઈ તડવી ને કોઈ તીક્ષ્ણ ધારધાર હથિયાર વડે કપાળના ભાગે તથા મોઢાના ભાગે જીવલેણ ઈજાઓ કરી મોત નિપજાવતા આ બાબતે ડેડીયાપાડા પો.સ્ટે. ગુનો નોંધાયેલ છે. અને આ ગુનો અનડીટેક્ટ રહેલ હોય જે ગુનાને ડીટેક્ટ કરી આરોપી શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી કરવા સારૂ જરૂરી સુચના આપેલ. જે ગુનાના આરોપીને પકડી પાડવા સારૂ પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક નર્મદા, તથા લોકેશ યાદવ, મદદનીશ પોલીસ અધિક્ષક, રાજપીપલા વિભાગ, રાજપીપલા નાઓના સીધા માર્ગદર્શન હેઠળ આર.જી. ચૌધરી, પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી.નર્મદા તથા વાય.એસ.શીરસાઠ, પોલીસ ઇન્સ્પેક્ટર, એસ.ઓ.જી.નર્મદા, તથા પી.જે.પંડયા, પોલીસ ઈન્સ્પેકટર, ડેડીયાપાડા પોલીસ સ્ટેશન, તથા ડી.આર.રાઠોડ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી.નર્મદાનાઓએ તાબાના પોલીસ માણસોને આરોપી પકડી પાડવા જરૂરી સુચનાઓ તેમજ માર્ગદર્શન આપેલ અને પોલીસ માણસોની સાથે રહી આરોપી શોધી કાઢી ગુનો ડીટેક્ટ કરવાની તજવીજ હાથ ધરતા મોબાઈલ લોકેશન ના આધારે તેમજ હ્યુમન સોર્સીસ આધારે સઘન પુછપરછ કરવામાં આવેલ જે બાદ એફ.એસ.એલ., તેમજ ડોગ સ્કોડની મદદ લઈ ગુનો ડીટેક્ટ કરવાની તજવીજ હાથ ધરેલ ત્યારે શંકાસ્પદ ઇસમ પૈકી કંચનભાઈ લક્ષ્મણભાઈ તડવી, રહે.બંગ્લા ફળીયુ, ડેડીયાપાડા જિલ્લો- નર્મદાનાઓ મરનારના સગા પુત્ર થતા હોય જેઓની કડક પુછપરછ કરવામાં આવતા પોતે મરનાર પોતાના પિતાને જમીન બાબતની અદાવત રાખી કુહાડી વડે જીવલેણ ઇજાઓ કરી મોત નિપજાવેલ હોવાની કબુલાત કરતા આ આરોપીને ગુનાના કામે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા

error: