Satya Tv News

૭૦ કર્મચારીઓએ રેસ્ક્યુ કરી દીપડા ને દાટ મારી બેભાન કર્યા બાદ નેટ માં ફસાવ્યા બાદ પાંજરે પુરવામાં સફળતા મળી;

સાગબારા તાલુકામાં ફરતા એક દીપડા એ બાળકીનો જીવ લીધો હતો. જેથી ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપી જતા વન વિભાગ સતર્ક થયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર વિશાલભાઈ જયંતભાઈ વસાવા, રહે. કોલવાણ,નદી ફળીયુ.તા. સાગબારા, જીલ્લો નર્મદા ની દીકરી શ્રેયલ વિશાલભાઈ જયંતભાઈ વસાવા ઉ.વ.-૯ કોલવાણ ગામની સીમમા આવેલ પુંજરીયાભાઈ વાલજીભાઈ વસાવાના ખેતરના શેઢા ઉપર ઉપર રમતી હતી, તે વખતે જંગલી દિપડાએ અચાનક હુમલો કરી ગળામાં જમણી બાજુ બચકુ ભરી શેરડીના ખેતરમાં ખેંચી જઈ ગંભીર ઇજા કરતા બાળકી નું મોત થયું હતું.

આ ઘટના બાદ ગ્રામજનો માં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારબાદ રાજકીય આગેવાનોએ પણ આ પરિવાર ની મુલાકાત લીધી અને જરૂરી સહાય પણ અપાવી અને આ દીપડા ને પકડવા વન વિભાગે અનેક પેંતરા અપનાવ્યા છે જેમાં મોટા પડદા નો ઉપયોગ કરી ને દીપડા થી બચવા અને સાવચેત રહેવાની કેટલીક બાબતો નોંધી સતર્કતા રાખવા ફિલ્મ વિડિઓ બતાવવામાં આવી રહી છે. અને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યાં હતા. ત્યારે જ શનિવારે રાત્રે સાગબારા ફોરેસ્ટ ની ટીમે બાતમી મળતા બેડાપાણી ગામની સીમમાં આવેલા એક શેરડીના ખેતર માં દીપડો સંતાયેલો હોવાની માહિતી મળતા વન વિભાગ ના ૭૦ જેટલા કર્મચારીઓ અને ગ્રામજનોએ ત્યાં પહોંચી ટોર્ચના અજવાળે હાથમાં લાકડીઓ લઈ બૂમાબૂમ કરતા દીપડો પોતાને બચાવવા આમતેમ નાસભાગ કરતો હતો. ત્યારે જ વન વિભાગના કર્મચારીઓએ એક દાટ મારી દીપડા ને બેભાન કર્યો અને ત્યારબાદ તેને પાંજરે પૂરતા સૌએ હાશકારો લીધો હતો.

આ સમગ્ર ઓપરેશન માં નાયબ વન સંરક્ષકના માર્ગદર્શન હેઠળ રેસ્ક્યુ કરવામાં આવ્યું જેમાં એ.સી.એફ ધવલ પટેલ, આરએફઓ વિપિન બારિયા, એનજીઓના વૈભવભાઈ અને સિદ્ધાર્થભાઈ અને સાગબારા ફોરેસ્ટ સ્ટાફ મળી અંદાજે ૭૦ જેટલા કર્મચારીઓએ સફળ રેસ્ક્યુ કરી દીપડા ને પકડવામાં સફળતા મેળવી હતી.

રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા

error: