Satya Tv News

દેડિયાપાડાના ડુમખલ ગામ પાસે કાર માંથી રૂ.૩,૦૨, ૪૦૦/- ના વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સને ઝડપી પાડ્યા હતા. જ્યારે બે શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે.

નર્મદા એલ.સી.બી.પોલીસે તા. ૧૦ જૂન ના રોજ બપોરે ૨:૩૦ વાગ્યે ડુમખલ ગામ અને માથાસર ગામ પાસે કણજી ખાલ ફળિયા રોડ પર બાતમીના આધારે વોચ ગોઠવી હતી. તે સમયે એક કાર પસાર થતાં તેને રોકી અંદર બેઠેલા શખ્સ જીતેન્દ્ર માનસિંગ વસાવા (રહે.બગદરી તા.અક્કલકુવા જિ.નંદુરબાર મહારાષ્ટ્ર, ધંધો ડ્રાઇવિંગ અને સંદિપ સુરતા વસાવા રહે.સેનવાઈ પાડા તા.અક્કલકુવા જિ.નંદુરબાર મહારાષ્ટ્ર કારમાં વ્હિસ્કી રૂ.રૂ.૧,૧૫,૨૦૦/- અને બીયર રૂ.૧,૮૭,૨૦૦/- મળી કુલ રૂ.૩,૦૨, ૪૦૦/- નો વિદેશી દારૂ અને મોબાઇલ રૂ.૨૫૦૦/- તથા કાર રૂ.૪ લાખ મળી કુલ રૂ.૭,૦૪,૯૦૦/- નો મુદ્દામાલ પોલીસે કબજે લઈ બે આરોપીને ઝડપી પાડયા હતા. બંને શખ્સો દારૂનો જથ્થો (૧)ગણેશ જેનુ નામ તથા સરનામુ ખબર નથી રહે.પનસેમલ મધ્ય પ્રદેશ પાસેથી લઇ (૨) અરવિંદ શાંતિલાલ વસાવા (રહે.નિચલી માથાસર તા.દેડિયાપાડા જિ.નર્મદા ને આપવા જતા હતા. જે બંને ને વોન્ટેડ જાહેર કર્યા છે. અને દેડિયાપાડા પોલીસ મથકે ૪ આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા

error: