Satya Tv News

નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના મોરજડી ગામમાં એક મહિલા એ ઝેરી દવા પિતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર ભીખાભાઇ હાનીયાભાઈ વસાવા, રહે.મોરજડી નાઓએ પોલીસ માં જાણ કર્યા મુજબ તેમના પત્ની મોગીબેન ભીખાભાઇ વસાવા ઉં.વ.૪૦ રહે. મોરજડી આંબાફળીયુ નાઓએ ગત તા.૦૮/૦૬/૦૨૫.ના રોજ સાંજના આશરે પાંચ વાગ્યાના અરસામા પોતાના રહેણાંક ઘરે કોઇ અગમ્ય કારણસર પોતે ઝેરી દવા પી જતા તેમના કુટુંબીજનોએ ૧૦૮ એમ્બ્યુલન્સ માં તાત્કાલીક સારવાર અર્થે સરકારી હોસ્પિટલ દેડીયાપાડા ખાતે દાખલ કરેલ અને ત્યાંથી વધુ સારવાર માટે તા.૦૯/૦૬/૦૨૫ ના રોજ રીફર કરતા જનરલ હોસ્પિટલ રાજપીપલા ખાતે લઈ આવી દાખલ કરેલ ત્યારે તેમને સારવાર દરમ્યાન ફરજ ઉપર ના ડોકટર એ મૃત જાહેર કરતા દેડિયાપાડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા

error: