
દેડિયાપાડા, સાગબારા સહિત જિલ્લામાં અનેક હોટલો અને લારી પર ઇન્ડસ્ટ્રીયલ ગેસના બદલે ઘરેલું ગેસ સિલિન્ડર નો ઉપયોગ કરતા વેપારીઓ;
રૂપિયા બચાવવા ગેરકાયદેસર ઘરેલુ સિલિન્ડર વાપરતા વેપારીઓ ક્યારેક કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ તંત્રના અધિકારીઓ કે હોટલ માલિકો..?
નર્મદા જિલ્લામાં મોટાભાગના વેપારીઓ ઇન્ડસ્ટ્રીયલ ગેસ વાપરવાના બદલે ઘરેલું ગેસ વાપરતા હોય છે, જે નિયમોની વિરુદ્ધ અને જોખમી પણ છે. છતાં તંત્રના અધિકારીઓ આ બાબતે અજાણ છે કે કોઈક કારણોસર આંખ આડા કાન કરે છે..?
ખાસ કરીને એ જોવા મળ્યું છે કે દેડિયાપાડા અને સાગબારા માં ચાલતી હોટલો અને ખાણીપીણી ની લારીઓ પર મોટેભાગે ઘરેલું સિલિન્ડર ઉપયોગ માં લેવાઈ છે અને એ પણ ખુલ્લેઆમ વાપરવા આવતો હોવા છતાં લાગતા વળગતા અધિકારીઓ ચુપચાપ તમાસો જુવે છે. જાણવા મળ્યા મુજબ એક હોટલ વાળા પાસે ઘરેલુ સિલિન્ડર ના અસંખ્ય બોટલો સ્ટોક માં છે તો આ બેનંબરી બોટલો ક્યાંથી આવ્યા..? તેની પણ તપાસ જરૂરી છે.
રાજપીપળા શહેર ની વાત કરીયે તો મોટાભાગની ખાદ્ય સામગ્રીની દુકાનો પર પણ ઘરેલું ગેસ ઉપયોગ કરવામાં આવે છે. ઇન્ડસ્ટ્રીયલ ગેસ મોંઘો પડતો હોવાથી વેપારીઓ ઘરેલું ગેસ વાપરી અમુક રૂપિયાની બચત કરે છે, પરંતુ ક્યારેક કોઈ દુર્ઘટના બને તો આ માટે કોણ જવાબદાર કહેવાશે.?
આધારભૂત સૂત્રો માંથી જાણવા મળ્યા મુજબ આ વેપલો ઘણા સમયથી ચાલે છે, પરંતુ સ્થાનિક અધિકારીઓ ના મહિને હપ્તા બંધાયેલા છે માટે વેપારીઓ બિન્દાસ પોતાની મનમાની કરે છે ત્યારે આ સેટિંગ ડોટ કોમ માં કોઈ હોનારત સર્જાઈ તો જવાબદાર કોને ગણવા એ સવાલ ચર્ચામાં છે.