
ભરૂચ જિલ્લાના 876 પ્રાથમિક શાળાઓમાં આજે દિન ખાસ રહ્યો જ્યારે 90,000થી વધુ વિદ્યાર્થીઓ દફતર વિના શાળાએ હાજર રહીને વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો.
GCERT દ્વારા સમગ્ર રાજ્યમાં પ્રાથમિક શાળાના બાળકો માટે બે લેશ શનિવારનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. તેના ભાગરૂપે ભરૂચ જિલ્લાના તમામ શાળાઓમાં બાળકો માટે “આનંદદાય શનિવાર” અને “બેગ ફ્રી ડે”નું આયોજન કરાયું.આ દિનનું મુખ્ય ઉદ્દેશ બાળકોથી Mobile phoneના વધતા ઉપયોગ સામે જાગૃતતા ફેલાવવાનું અને તેમની શારીરિક, માનસિક તથા સામાજિક વિકાસ માટે સ્કૂલે રમુજી, રચનાત્મક અને અનુભવાત્મક અભિગમ વિકસાવવાનો છે. બાળકોને વિવિધ ક્ષેત્રોની મુલાકાતો, કારકિર્દી અંગેની વાતચીત, રમતગમત અને અન્ય સહ અભ્યાસક્રમ પ્રવૃત્તિઓ દ્વારા ભણતર ઉપરાંત હુન્નર વિકાસનો પણ અવસર આપવામાં આવ્યો.“આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓનો શાળાની સાથે જોડાણ વધશે, તેમની શૈક્ષણિક સફર વધુ આનંદદાય બની રહેશે અને મોબાઈલને બદલે પ્રેક્ટિકલ અનુભવ પર ધ્યાન કેન્દ્રિત થશે.”