Satya Tv News

શાળાનાં બાળકો દ્વારા અલગ અલગ પ્રવૃત્તિઓ કરીને બાળ મેળાને સફળ બનાવ્યો;

નેત્રંગ: ભરૂચ જિલ્લાના પ્રાથમિક શાળા જુના નેત્રંગ ખાતે તા.7, જુલાઈ, 2025 ને સોમવારના રોજ બાળમેળા અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ શાળાના આચાર્ય શ્રીમતી પ્રજ્ઞાબેન વસાવાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. ધો.1 અને 2 નાં બાળકો દ્વારા બાળ અભિનય ગીતો કરવામાં આવ્યા હતા. તેમજ અનેક બાળકોએ વેશભૂષામાં ભાગ લીધો હતો. બાળકો દ્વારા સુંદર માટીનાં રમકડાં બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ચિત્રકામ, રંગપૂરણીમાં પણ ઉત્સાહપૂર્વક બાળકોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત ચીટક કામ, રંગોળી વગેરે પણ કરવામાં આવ્યા હતા. તેમજ વાર્તા કથન પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બાળ રમત જેવી અનેક પ્રવૃત્તિઓ બાળકો દ્વારા કરવામાં આવી હતી, જેમાં તમામ બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. અને આ કાર્યક્રમમાં શાળાનાં આચાર્ય શ્રીમતી પ્રજ્ઞાબેન વસાવા તેમજ શાળાનો સ્ટાફ ગણ સાથે રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

રિપોર્ટર: સર્જન વસાવા, નેત્રંગ

error: