


નર્મદા: આશ્રમ શાળા સામરપાડામાં દર મહિને એકવાર પુસ્તક પ્રદર્શનનું આયોજન કરી વિદ્યાર્થીઓને મનગમતા પુસ્તક વાંચન માટે આપવામાં આવે છે. બાળકો દ્વારા ઊંડાણપૂર્વક વાંચન થઈ શકે તે માટેનો પૂરતો સમયગાળો આપવામાં આવે છે. પુસ્તકોના વાંચન દ્વારા બાળકોમાં જીવનલક્ષી મૂલ્યોનો વિકાસ થાય છે. વ્યવસાયલક્ષી મૂલ્યોનો વિકાસ થાય છે. બાળકો ઉત્સાહથી પોતાના મનગમતા પુસ્તકોની પસંદગી કરે છે. દેડીયાપાડા તાલુકામાં સૌ પ્રથમ દરમહિને શાળાના તમામ વિદ્યાર્થી માટે ભવ્ય પુસ્તક પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. લાયબ્રેરીમાં ઉપલબ્ધ તમામ પુસ્તકો વિદ્યાર્થી સમક્ષ મુકીને પ્રદર્શન યોજવામાં આવે છે.
જેમાં નીચે મુજબના વિભાગો વહેંચણી કરીને પુસ્તક પ્રદર્શન યોજવામાં આવેલ
૧. જીવન ચરિત્ર
૨. ગણિત – વિજ્ઞાન પુસ્તકો
૩. સામાજીક અને સાંસ્કૃતિક પુસ્તકો
૪. ઐતિહાસિક બાબતોના પુસ્તકો
૫. બાળ વાર્તાઓ
૬. ચિત્ર વાર્તાઓ
૭. પ્રેરક પ્રસંગોના પુસ્તકો
૮. સુવિચાર અને કવિતાઓના પુસ્તકો ૯. નવલકથાઓ
૧૦. આધ્યાત્મિક પુસ્તકો
૧૧. યોગ અને રમતગમતના પુસ્તકો.
પુસ્તક પ્રદર્શનના હેતુઓ વાંચનમાં રસ, રુચી વધે તે હેતુથી સફળ આયોજન કરવામાં આવ્યું હતું. અત્યાધુનિક યુગમાં બાળકો મોબાઈલ પાછળ ખોટી ટેવને બદલે પુસ્તકોનું વાંચન કરીને બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ થાય તે અર્થે આ સફળ આયોજન થયું હતું.
રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા