




બિસ્માર માર્ગોનું પેચવર્ક થતા વાહન ચાલકોને પડતી હાલાકી થી છુટકારો
તંત્ર કાયમી ધોરણે રસ્તાઓનું સમારકામ કરે એવી લોક માંગ
જંબુસર ડિવિઝન ના જિલ્લા પંચાયત હસ્તક ના ગામોના રસ્તાઓનું ઝડપથી દુરસ્તીકરણ થતા ગ્રામ્ય વિસ્તાર ના લોકોમાં ખુશી ની લહેર પ્રસરી જવા પામી હતી.તંત્રનો ખાડા દૂર કરો ના અભિયાન ને પગલે વાહન ચાલકોએ હાશકારો અનુભવ્યો હતો.
જંબુસર ડિવિઝન ના જિલ્લા પંચાયત હસ્તક ના કેટલાક માર્ગ ભારે વરસાદ ને કારણે બિસ્માર બનતા વાહન ચાલકો ને હાડમારી વેઠવાનો વારો આવ્યો હતો.રાજ્ય સરકારે બિસ્માર બનેલા માર્ગો નું દુરસ્તીકરણ કરવા તંત્રને જાણ કરી હતી.જે બાબત ને ધ્યાને લઇ જંબુસર ડિવિઝન ના ડેપ્યુટી ઈજનેર નિકુંજ શાહે તેમની ટીમ ને તૈનાત કરી બિસ્માર બનેલા માર્ગો ને યુદ્ધ ના ધોરણે દુરસ્ત કરવાની કામગીરી હાથ ધરી હતી.આમોદ તાલુકા ના ચકલાદ એપ્રોચ રોડ,આમોદ થી પુરસા,વીંછીયાદ થી કોલવણા,તેલોદ થી સુઠોદરા તેમજ કરેણા થી વલણ ને જોડતા માર્ગ ને પેચવર્ક કરાતા આસપાસ ના ગામડા ના લોકો અને આ માર્ગ નો ઉપયોગ કરતા વાહન ચાલકો ને રાહત થવા પામી હતી.જ્યારે જંબુસર તાલુકા ના જંબુસર થી ભાણખેતર,સારોદ એપ્રોચ રોડ,ઉમરા થી ઉબેર,અને ઇસ્લામપુર થી કપૂરીયા રોડનું પણ પેચ વર્ક કરવામાં આવતા સ્થાનિકોએ રાહત અનુભવી હતી.આમોદ અને જંબુસર તાલુકાના લોકોએ સરકારના આ અભિગમ ને આવકાર્ય હતો અને કાયમી ધોરણે રસ્તાઓનું સમારકામ કરવામાં આવે એવી આશા સેવી હતી.હાલ તો તાલુકા ના ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ માર્ગોનું મરામત કાર્ય પ્રગતિમાં ચાલતુ હોવાથી સ્થાનિકો સહિત વાહન ચાલકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
ઝફર ગડીમલ,સત્યા ટીવી,વાગરા.