Satya Tv News

અંકલેશ્વર થી નેત્રંગ થઈ દેડીયાપાડા પાસેથી મહારાષ્ટ્ર જતો સ્ટેટ હાઇવે 753 બી દેડિયાપાડા માંથી પસાર થાય છે. દેડિયાપાડા પાસેનો પુલ જર્જરિત અને બિસ્માર હાલતમાં હાલ થઈ ગયો છે. ધોધમાર વરસાદ પડતાં આ પુલ પર વરસાદી પાણી ફરી વળ્યુ હતું. દેડીયાપાડા પાસે ધામણ ખાડી પાસે આવેલા પુલ પર મોટા મોટા ખાડા પડી જતા ત્યાં મોટા મોટા પથ્થરો પૂરવામાં આવ્યા છે, જેને કારણે વાહન ચાલકોને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. દર વર્ષે ચોમાસુ આવતા જ આ પુલની હાલત અત્યંત ખરાબ થઈ જાય છે. હાઇવે ઉપરનું વરસાદી પાણી પુલ પર ભેગુ થતાં પાણીનો ભરાવો થાય છે. અંકલેશ્વર થી મહારાષ્ટ્રને જોડતો વાહન વ્યવહાર માટે ખૂબ જ અગત્યનો આ રોડ માનવામાં આવે છે. જેમાં એક તરફનો પુલ જર્જરિત બનતા વર્ષોથી બંધ હાલત માં છે. ત્યારે ખૂબ ભારે વાહનો અહીં થી પસાર થતા હોય છે. હાલ અહીંયા ખૂબ જ મોટા મોટા ખાડા પડી ગયા છે. ભારે માલવાહક વાહનોની અવર જવર ને કારણે પુલના સ્લેબના સળિયા પણ હાલ તો ડોકિયાં કરવા લાગ્યા છે. બને સાઈડનો વાહન વ્યવહાર એક જ પુલ પર થતો હોવાથી રોજ ટ્રાફિકજામ થાય છે. ભારદારી વાહનોની સતત અવરજવરના કારણે પુલ જોખમી બની ગયો છે.

રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા

error: