



પીએમ શ્રી શ્રીકૃષ્ણ આશ્રમશાળા થવા ખાતે જી.સી.ઈ.આર.ટી/તાલીમ/ બાળમેળો 2025-26 ના પરિપત્રના અનુરૂપે શાળામાં ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓનો બાળ મેળાની ઉજવણી તથા જીવન કૌશલ્ય/ લાઇફ સ્કીલ બાળ મેળાનું આયોજન પીએમશ્રી શ્રી કૃષ્ણ આશ્રમ શાળા થવા ખાતે રાખવામાં યોજાયો હતો. જેમાં શાળાના આચાર્ય શ્રીમતી રંજનબેન.સી વસાવાએ બાળાઓના હાથ ઉપર મહેંદી મુકીને કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો, જેમાં બાળ મેળામાં વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી.જેમાં માટી કામ, છાપકામ, કાતર કામ, ચિત્રકામ, ઘડી કામ, રંગકામ, ગીત સંગીત તથા ધોરણ 6 થી 11 માં કુકર બંધ કરવું, ખીલી લગાવવી, રમતનું મેદાન દોરવું, શરીરની સ્વચ્છતા, વ્યસનથી થતું નુકસાન ની સમજ, હાથ ઉપર મહેંદી લગાવવી ફુલોની રંગોળી બનાવવી, રમતના મેદાન દોરવાની પ્રવૃત્તિ પર્યાવરણ સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ વાયરીંગ કામ કરવું, ટાયર રિપેર કરવું જેવી વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી.
રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા