

બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા રાજપીપલા ખાતે તારીખ 18, જૂન 2025 થી મહિલા સીવણ તાલીમ વર્ગ શરૂ કરવામાં આવેલ હતું, જે 18, જુલાઈ 2025 ના રોજ સમાપન થયું હતું. જેમાં 17 જેટલા તાલીમાર્થીઓ એ ભાગ લીધો હતો.
જેનું ઉદઘાટન બિરસમુડા યુનિવર્સિટી ના કુલપતિ શ્રી ડૉ. મધુકર પાડવી દ્રારા કરવામાં આવ્યું હતું. તદ્ઉપરાંત બેંક ઓફ બરોડા માંથી આવેલ LDM અને RSETI NARMADA ના ડાયરેક્ટર શ્રી રજનીકાંત સોલંકી દ્રારા તાલીમાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. RSETI ના સ્ટાફ તેમજ DST હેતલ ઝાલા તેમના નિરીક્ષણ દ્રારા મહિલા સીવણ ની તાલીમ આપવામાં આવી હતી. જેમાં બહેનોને પ્રેક્ટિકલ સાથે સીવણ વિષે સંપૂણ માહિતી આપવામાં આવી હતી. જેથી કરીને બહેનો પણ પરિવારને આર્થિક આજીવિકમાં મદદરૂપ બની શકે.તાલીમ ના છેલ્લાં દિવસે બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા રાજપીપલા ના ડાયરેક્ટર રજનીકાંત સોલંકી દ્રારા સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યું હતું.RSETI ડાયરેક્ટર દ્રારા એવી પણ માહિતી આપવામાં આવી હતી કે,આવનાર સમય માં ચાલુ થનાર તાલિમ બ્યુટી પાર્લર, જ્યુટ પ્રોડક્ટ, ફોટોગ્રાફી અને વીડિયો ગ્રાફી, અગરબત્તી બનાવટ, મોબાઇલ રિપેરિંગ અને સર્વિસ,પાપડ અથાણા અને મસાલા બનાવટ, ફાસ્ટ ફૂડ ની બનાવટ જેવી તાલીમ નું આયોજન કરવામાં આવશે.
*રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા*