ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી અને આદિવાસી સમાજ ના આગેવાનો એ રાજપીપલા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું;



દેડીયાપાડા મા આપના કાર્યકરો ભેગા થાય છે ત્યારે ૧૪૪ લાગી છે તેમ કહી કાર્યકરો ને રોકવામાં આવે છે અને ભાજપ ના કાર્યકરો ને પોલીસ પ્રોટેકશન સાથે રેલી કાઢવામાં આવે છ શું દેશ મા બે બંધારણ ચાલે છે? AAP નાં કાર્યકરો નાં આક્ષેપો
નર્મદા જિલ્લા ના રાજપીપલા કલેક્ટર કચેરીએ આદિવાસી સમાજ ના આગેવાનો અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ નર્મદા કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપ્યું હતું. ધારાસભ્ય ચૈતર વસાવા ના ધર્મ પત્ની શકુંતલાબેન અને વર્ષાબેન સહિત આમ આદમી પાર્ટીનાં આગેવાનો અને આદિવાસી સમાજ ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મનરેગા કૌભાંડ સહિત અને કૌભાંડોની પોલ ખોલી હતી, જેમાં ભાજપના મોટા મોટા નેતાઓના નામ સામેલ હતા. જેના કારણે હવે ભાજપ સરકારે ખોટા કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવાને જેલમાં પૂર્યા છે. સરકાર ધારાસભ્ય ચૈતર વસાવાનું મનોબળ તોડવા માંગે છે અને ઈચ્છે છે કે તેઓ પ્રજાલક્ષી કામોને અટકાવી દે. પરંતુ ધારાસભ્ય ચૈતર વસાવા સરકારની આવી કોઈ પણ મનોકામના પૂર્ણ થવા નહીં દે કારણ કે ચૈતર વસાવા હંમેશા લોકો માટે અવાજ ઉઠાવશે અને પ્રજાલક્ષી કામ કરતા રહેશે. તેમ આમ આદમી પાર્ટીના કાર્યરોએ આક્ષેપો કર્યા હતા.
ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં તમામ જિલ્લા કલેકટરના માધ્યમ થી મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ, હોદ્દેદારો, સ્થાનિક પદાધિકારીઓ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને માંગ કરી હતી કે સત્તાના બળે પોલીસ તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો છે તેને રોકવામાં આવે અને ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરકાયદેસર ધરપકડ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવે.આ આવેદનપત્ર માં આમ આદમી પાર્ટીએ વિસ્તારપૂર્વક જણાવ્યું હતું કે, તારીખ 5 જુલાઈના રોજ બપોરે 12:00 વાગે એટીવીટી યોજના જોગવાઈ હેઠળના આગોતરા આયોજનના ભાગરૂપે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મિટિંગમાં કમિટીના સભ્ય સિવાયના ત્રણ જેટલા લોકો હાજર રહ્યા હતા અને તેમણે ધારાસભ્ય ચૈતર વસાવા સાથે ગેરવર્તણુક કરી હતી. આ ઘટનાને પગલે ધારાસભ્ય ચૈતર વસાવા ડેડીયાપાડા પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવા ગયા હતા, પરંતુ ડેડીયાપાડા પોલીસે ધારાસભ્ય ચૈતર વસાવાની જ અટકાયત કરી અને ખોટા ખોટા આરોપો લગાવીને ફસાવી દીધા હતા. ચોંકાવનારી બાબત એ છે કે ધારાસભ્ય ચૈતર વસાવા પહેલા પોતે ફરિયાદ દાખલ કરવા ગયા હતા તેમ છતાં પણ તેમની ફરિયાદ પર કોઈ તપાસ કે કાર્યવાહી કરવામાં આવી નથી જેનાથી સ્પષ્ટ થાય છે કે પોલીસ દ્વારા એક તરફી કાર્યવાહી કરીને ધારાસભ્ય ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવી દેવામાં આવ્યા છે.આ અગાઉ પણ ધારાસભ્ય ચૈતર વસાવા પર અનેક ખોટા કેસો કરવામાં આવ્યા છે અને એમને જેલમાં પણ મોકલવામાં આવ્યા છે. પરંતુ તેઓ ક્યારે પણ સરકારની આવી ષડયંત્રકારી રાજનીતિથી ડરીને પીછેહટ કરતા નથી. તેઓ હંમેશા લોકો માટે અવાજ ઉઠાવે છે. ધારાસભ્ય ચૈતર વસાવાએ મનરેગા કૌભાંડ ખુલ્લું પાડ્યું અને અબજો રૂપિયાના કૌભાંડોમાં સરકારના મંત્રી બચુભાઈ ખાબડના બંને દીકરાઓ અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હીરા જોટવા અને તેમના દીકરાઓ તથા તેમના સાગરીતોની સંડવણી સામે આવી અને હાલ તેઓ જેલમાં છે અને આ તપાસને અટકાવવાના ભાગરૂપે ધારાસભ્ય ચૈતર વસાવા પર ખોટા કેસ કરવામાં આવ્યા છે અને આ કેસ કરનારા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા અને નર્મદા જિલ્લા પોલીસ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી આમ આદમી પાર્ટીની, આદિવાસી સમાજની તથા અન્ય તમામ સમાજની માંગણી છે. અમે આશા રાખીએ છીએ કે ગુજરાતના મુખ્યમંત્રી આ મુદ્દા પર તાત્કાલિક ધોરણે પગલા ભરશે અને ગુજરાતમાં ન્યાયની સ્થાપના કરશે.
*રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા*