
ધારાસભ્ય ચૈતર વસાવા સમાધાન તો નહિ જ કરે: વર્ષાબેન વસાવા;
ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભારતીય જનતા પાર્ટીના ડેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા વચ્ચે જોરદાર બબાલ થઇ હતી. અને મામલો પોલીસ સ્ટેશન સુધી પોહચ્યો હતો. જે બાદ ચૈતર વસાવા ની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં હવે ફરી એક વખત ચૈતર વસાવા નાં બંને પત્નીઓ અને આમ આદમી પાર્ટીના નેતાઓ સહિત આખો આદિવાસી સમાજ મેદાને આવ્યો છે, પરંતુ હવે ક્યાંક ચૈતર વસાવા ના પત્ની વર્ષાબેન વસાવા એ તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા ને ખુલ્લો પડકાર ફેક્યો છે. અને ખાસ કરીને કહી દીધું કે સમાધાન તો નહીં જ થાય, અને ધારાસભ્ય ચૈતર વસાવા માફી તો નહિ જ માંગે.
ડેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા એ પત્ર લખ્યો હતો કે જો ચૈતર વસાવા સમાજ ની આગળ આવી જાહેરમાં માફી માંગી લેશે તો હું મારો કેસ છે, તે પરત ખેચી લઈશ, પરંતુ કયાંક હવે ચૈતર વસાવાના પત્ની વર્ષાબેન વસાવા દ્વારા સંજય વસાવા ને પડાકર ફેંકવામાં આવ્યો છે કે ચૈતર વસાવા દ્વારા કોઈપણ સંજોગોમાં માફી માગવામાં નહીં આવે તેની સાથે સમાધાન પણ નહિ જ થાય તેવી વાત તેમના દ્વારા કહેવામાં આવી છે. હવે આ મામલો ક્યાં પોહચે છે તે આગળ જોવું રહ્યું?
રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા