

નેત્રંગ તાલુકાના પ્રાથમિક શાળા મૌઝા ખાતે જીવન કૌશલ્ય આધારિત બાળમેળો અને લાઈફ સ્કીલ મેળો યોજાયો હતો. વિધાર્થીઓ વિવિધ આનંદદાયી પ્રવૃત્તિઓ કરી મનોરંજન સાથે જ્ઞાન મેળવે તેમજ સહકાર, નેતૃત્વ, લોકશાહી, સાહસિકતા, સર્જનાત્મકતા, મૌલિકતા વગેરે જેવા કૌશલ્યો કેળવે અને સાથે રોજિંદા જીવનના નાના-મોટા પ્રશ્નો હલ કરવાથી સ્વાવલંબી બને તેવા ઉમદા હેતુથી નેત્રંગ તાલુકાના મૌઝા ખાતે આવેલ પ્રાથમિક શાળા મૌઝામાં બાળમેળા અને લાઈફ સ્કીલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ધોરણ 1 થી 5 ના વિધાર્થીઓનો બાળ મેળાની ઉજવણી તથા જીવન કૌશલ્ય/ લાઇફ સ્કીલ બાળ મેળો પ્રાથમિક શાળા મૌઝામાં યોજાયો હતો. બાળમેળામાં વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી.જેમાં માટી કામ, છાપકામ, કાતર કામ, ચિત્રકામ, ઘડી કામ, રંગકામ, ગીત સંગીત તથા ધોરણ 6 થી 8 માં કુકર બંધ કરવું, ખીલી લગાવવી, રમતનું મેદાન દોરવું, શરીરની સ્વચ્છતા, વ્યસનથી થતું નુકસાન ની સમજ, હાથ ઉપર મહેંદી લગાવવી કુલોની રંગોળી બનાવવી, રમતના મેદાન દોરવાની પ્રવૃત્તિ પર્યાવરણ સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ વાયરીંગ કામ કરવું, ટાયર રિપેર કરવું, કમ્પ્યુટરમાં પાવર પોઈન્ટ, પેઇન્ટ જેવી વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી.
રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા