



ડેડીયાપાડા તાલુકાના પ્રાથમિક શાળા સામરપાડા (સિંગ) દ્વારા તા.19 જુલાઈ, 2025 ને શનિવારના રોજ બેગલેસ ડે અંતર્ગત એક દિવસીય એક્ષપોઝર વિઝિટ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ એક્ષપોઝર વિઝિટ માં શાળાના બાળકો અને શિક્ષકોએ સામારપાડા (સિંગ) ગામમાં આવેલ ગ્રામ પંચાયત, ખેતરો, મંદિરો (ધાર્મિક સ્થળો), પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પોસ્ટ ઓફિસ, આંગણવાડી કેન્દ્ર ની મુલાકાત લઈ તમામ સ્થળોની બાળકો દ્વારા પોતાનામાં ઉદભવતા પ્રશ્નો કરી શાળાના શિક્ષકો દ્વારા બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ વ્યવસાયિક સજ્જતા સંદર્ભે મહાદર્શન મેળવ્યો. આ સમગ્ર વિઝિટ દરમિયાન શાળાના બાળકોએ વિવિધ રાઇડ નો આનંદ માણ્યો હતો. તેમજ બાળકોની આ સમગ્ર પ્રવૃત્તિ ખૂબજ જ્ઞાનવર્ધક તથા કૌશલ્ય પ્રેરક રહી હતી.
રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા