Satya Tv News

નેત્રંગ તાલુકાના થવા ખાતે આવેલ એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલય થવા દ્વારા નેત્રંગ ખાતે આયોજિત થયેલ કલા મહાકુંભમાં અલગ અલગ કૃતિઓ સાથે ભાગ લીધો હતો. જેમાં રાસ, સમૂહગીત, લોકગીત, ભજન, વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ ,ચિત્ર સ્પર્ધા, લગ્ન ગીત, સુગમ સંગીત, તબલા વગેરેનો સમાવેશ થાય છે. શાળા માંથી કુલ 51 વિદ્યાર્થીઓએ આ કલા મહાકુંભમાં ભાગ લીધો હતો.

જેમાં અલગ અલગ 11 જેટલી કૃતિઓમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય સ્થાન પ્રાપ્ત કરી શાળાનું અને સમાજનું નામ રોશન કર્યું છે. હવે પછી ભરૂચ જિલ્લા કક્ષાએ આયોજિત થનાર કલા મહાકુંભમાં આ શાળા પાંચ કૃતિઓ જિલ્લા કક્ષાએ રજૂ કરશે.

રિપોર્ટર: સર્જન વસાવા

error: