
જૂના નેત્રંગ ખાતે ALIMCO દ્વારા એસેસમેન્ટ કેમ્પનું કરાયું આયોજન;
નેત્રંગ: સમગ્ર શિક્ષા ભરૂચ આઈ.ઈ.ડી.યુનિટ અંતર્ગત વિશિષ્ટ જરૂરીયાત ધરાવતા બાળકોનું સમાવેશી શિક્ષણ આઈ.ઈ.ડી.ઘટક દ્વારા બાલવાટીકા થી ધોરણ ૧૨ માં અભ્યાસ કરતા વિશિષ્ટ જરૂરીયાત ધરાવતા (CWSN) વિદ્યાર્થીઓને એડીપ્સ યોજના હેઠળ સાધન સહાયનો લાભ મળે તે માટે નેત્રંગ તાલુકા કક્ષાએ પ્રાથમિક શાળા – જુના નેત્રંગ ખાતે તારીખ ૦૪/૦૮/૨૦૨૫ ને સોમવાર નાં રોજ ALIMCO દ્વારા એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એસેસમેન્ટ કેમ્પમાં જુદી જુદી દિવ્યાંગતા ધરાવતા વિશિષ્ટ જરૂરીયાત વાળા UDID સર્ટિફિકેટ ધરાવતા (CWSN) બાળકોને ALIMCO ટીમ દ્વારા તબીબી મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ એસેસમેન્ટ કેમ્પને સફળ બનાવવા માટે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી તથા જીલ્લા પ્રોજેક્ટ કૉ.ઑર્ડીનટર સાહેબશ્રી અને જિલ્લા શિક્ષણાધિકારી મેડમશ્રીનાં માર્ગદર્શન હેઠળ જીલ્લા આઈ.ઈ.ડી. કૉ.ઑર્ડીનેટર શ્રીમતિ ચૈતાલીબેન પટેલ, સાથે બી.આર.સી. કૉ.ઑર્ડીનેટર નેત્રંગ શ્રીમતિ સુધાબેન વસાવા, ied શાખાનો તથા બી.આર.સી.ભવનનો તમામ સ્ટાફ હાજર રહી દિવ્યાંગ બાળકો અને વાલીઓને માર્ગદર્શન પૂરું પાડી એસેસમેન્ટ કેમ્પને સફળ બનાવવા આવ્યો હતો.
રિપોર્ટર: સર્જન વસાવા