Satya Tv News

**નર્મદા: નર્મદા જિલ્લાના સાગબારા ખાતે આવેલ સરકારી વિનયન કોલેજમાં આજ રોજ તા.૧૨/૦૮/૨૦૨૫ નાં રોજ વિશ્વ સંસ્કૃત દિવસ અને રાષ્ટ્રિય ગ્રંથપાલ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં સંસ્કૃત દિવસનાં અનુરૂપે ગ્રંથાલયમાં સંસ્કૃત વિષયનાં પુસ્તકોનું પ્રદર્શન યોજવામાં આવેલ હતું,જેથી વિદ્યાર્થીઓમાં સંસ્કૃત ભાષાને જીવંત રાખાવાની પ્રેરણા મળી રહે.

આ સાથે કોલેજ નાં ગ્રંથપાલ જિજ્ઞાશા વસાવા દ્વારા વિધાર્થીઓને ગ્રંથાલય નાં મહત્વ વિશે જાણકારી આપવામાં આવી. સંસ્કૃત વિષય નાં અધ્યાપક ધનસુખ વસાવા દ્વારા સંસ્કૃત ભાષાની ઉંડાણથી ચર્ચા તેમજ સંસ્કૃત વિષયનાં વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃત ભાષામાં ગીત તેમજ સંસ્કૃત ભાષાનો પરિચય કરાવામાં આવ્યો હતો.કોલેજનાં તમામ અધ્યાપક મિત્રો તેમજ વિદ્યાર્થીઓ સાથે કોલેજ નાં આચાર્યશ્રી ડૉ.ચેતન ચૌધરીનાં માર્ગદર્શન હેઠળ આજનો કાર્યક્રમ સુંદર સંસ્કૃત ગીત તેમજ પુસ્તક પ્રદર્શન થકી ઉજવવામાં આવ્યો હતો.

*રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા*

error: