

શિક્ષક શ્રી સુરેન્દ્રભાઈ વસાવાને વર્ષ:૨૦૨૪ માં નર્મદા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરાયો હતો;*નર્મદા જિલ્લામાં તિલકવાડા ની શ્રી કે.એમ.શાહ હાઇસ્કુલ ખાતે 15 મી ઓગસ્ટ 2025 ના રોજ 79માં સ્વાતંત્ર્ય દિને જિલ્લામાં ઉત્તમ કામગીરી કરનાર કર્મયોગી અને સેવા ભાભીઓને પ્રમાણપત્ર તથા ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યા હતા. જેમાં શિક્ષણ ક્ષેત્રે નર્મદા જિલ્લાની શાળાની નિષ્ઠાપૂર્વક શ્રેષ્ઠ કામગીરી અને સેવા સમર્પણ કરવા બદલ સરકારી માધ્યમિક શાળા ડુમખલ નાં શિક્ષક શ્રી સુરેન્દ્રભાઈ શંકરભાઈ વસાવાને પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી કરાઇ અને જિલ્લા કલેકટર શ્રી એસ.કે.મોદી અને જિલ્લા શિક્ષણાધિકારીના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સરકારી માધ્યમિક શાળા ડુમખલ નાં શિક્ષક શ્રી સુરેન્દ્રભાઈ શંકરભાઈ વસાવાને વર્ષ: 2024 માં જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક પણ એનાયત કરવામાં આવ્યો હતો.તિલકવાડા ની શ્રી કે.એમ.શાહ હાઇસ્કુલ ખાતે યોજાયેલ 15મી ઓગસ્ટ, 2025 સ્વાતંત્ર્ય દિને માધ્યમિક વિભાગમાં પાંચ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં, 1.સરકારી માધ્યમિક શાળાના શિક્ષક શ્રી સૂરેન્દ્રભાઈ શંકરભાઈ વસાવા, 2.સરકારી માધ્યમિક શાળા માંકડ આંબાનાં શિક્ષક શ્રી રાજેશભાઈ પરમાર, 3.સરકારી માધ્યમિક શાળા ઉમરાણ નાં શિક્ષક શ્રી સુમિતભાઈ વી.ચૌધરી, 4.નવરચના માધ્યમિક શાળા સાગબારા નાં શિક્ષક શ્રી શાંતુભાઈ એસ.વસાવા, 5. એસ.એમ.શાહ સાર્વજનિક હાઈસ્કૂલ સાવલી નાં શિક્ષક શ્રી કમલેશભાઈ એ.જોશી સહિત આ તમામ શિક્ષકોને શિક્ષણક્ષેત્રે જીલ્લાના પ્રતિભાશાળી શિક્ષક તરીકે પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
*રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા*