


ઉમરપાડા: સમગ્ર દેશ જ્યારે ૭૯ મો આઝાદીનો પર્વ ઉજવી રહ્યો છે, ત્યારે ઉમરપાડા તાલુકામાં પણ લોકો દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે.
સામપુરા પ્રાથમિક શાળામાં પણ સ્વાતંત્ર્યતા પર્વની ખુબ જ સારી એવી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાથી, વાલીઓ , S.M.C. સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને દેશ માંટે બલિદાન આપનાર ક્રાંન્તિકારીઓને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.શાળાનાં વિદ્યાર્થીની પ્રિયલબેન કે.વસાવા દ્વારા આઝાદીનાં પર્વની ખુબ જ સરસ સમજુતી આપી હતી. તેમજ ગામનાં સામાજિક આગેવાન રાજીયાભાઈ વસાવા દ્વારા ઝંડો ફરકાવવામાં આવ્યો હતો. સામાજિક આગેવાન સુનિલભાઈ વસાવા દ્વારા પ્રસંગ અનુરૂપ સંબોધન રજુ કરી તેમજ દેશનાં લડવૈયાઓને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી હતી
.*રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા*