
નર્મદા જીલ્લાના દેડિયાપાડા તાલુકાના કોકમ ગામે રાતનાં સમયે ઇજાગ્રસ્ત હાલત માં મળેલ યુવાનનું સારવાર બાદ ઘરે લાવ્યા બાદ મોત નિપજતા અનેક તર્ક વિતર્ક સેવાઈ રહ્યા છે.મળતી માહિતી અનુસાર મરનાર સુરજીભાઈ ઉતરીયાભાઇ વસાવા ઉ.વ.આ.૩૧ રહે.નાની સિંગલોટી, ચોકીમાલી ફળીયુ, તા.ડેડીયાપાડા, જી.નર્મદા નાઓ ગઈ તા.૧૪/૦૮/૨૦૨૫ ના રોજ રાતના કોકમ ગામે જંગલમાં દોડી ફરતા તેના શરીરે ઇજાઓ થયેલ હોય તેવુ જાણવા મળેલ તેમજ મરનારને તેના સસરા તથા કાકા સસરા તથા ગામના બીજા માણસો સાથે કોઇ માથાકુટ થયેલ હોવાનુ કારણ પણ જાણવા મળેલ હોય, જેથી ઉપરોક્ત કોઇ પણ કારણોસર મરનારને શરીરે ઓછીવતી ઇજાઓ થતા સારવાર કરાવ્યા બાદ રજા આપતા તા.૧૬/૦૮/૨૦૨૫ ના રોજ પોતાના ઘરે લઈ આવેલ તે દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું. જે બાદ યુવાન નું શંકાસ્પદ મોત થતા પોલીસે તપાસ હાથ ધરી છે.
*રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા*