નર્મદા જિલ્લાના આદિવાસી સમુદાયના વંચિત લાભાર્થીઓને મળશે સીધો લાભ* આદિજાતિ સમુદાયના લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓનો લાભ ઘરઆંગણે પહોંચાડવા માટે સરકાર દ્વારા આદિજાતિ સમુદાયના લાભાર્થીઓની લાસ્ટ માઈલ કનેકટીવીટી સુનિશ્વિત કરવા અર્થે ભારત સરકાર દ્વારા આદિ કર્મયોગી અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.

જે અંતર્ગત નર્મદા જિલ્લામાં પણ “આદિ કર્મયોગી અભિયાન” નો પ્રારંભ કરાયો છે. આ અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે.મોદી અને પ્રાયોજના વહીવટદાર ડો. અંચુ વિલ્સનના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લાની દરેક તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોમાં રહેતા આદિજાતિ સમુદાયના લાભાર્થીઓને યોજનાના લાભથી આવરી લેવા પ્રયાસ કરવામાં આવશે.આ અભિયાનની અસરકારક અમલવારી માટે દરેક તાલુકામાં તાલુકા વિકાસ અધિકારીના સંકલન હેઠળ બ્લોક લેવલ નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. નિમણૂંક થયેલા અધિકારીઓ ગ્રામ્ય વિસ્તારમાં તલાટી, ગ્રામ સેવક અને સરપંચના સહયોગમાં રહીને આદિજાતિ લાભાર્થીઓની સ્થિતિ તેમજ તેઓ યોજનાઓના લાભથી વંચિત છે કે કેમ તેની ઓળખ કરીને “ગેપ આઈડેન્ટિફાઈ” કરાશે.આ પ્રક્રિયાને અસરકારક બનાવવા માટે તાલુકા વિકાસ અધિકારીઓએ તમામ નોડલ અધિકારીઓ (તલાટીશ્રીઓ) સાથે સંકલન સાધી, યોગ્ય માહિતી એકત્રિત કરશે. આ અભિયાન હેઠળ ગેપ એનાલિસિસ થકી યોજનાનો લાભ સુનિશ્ચિત કરીને આદિજાતિ સમુદાયના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર સરકારની સાથે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.
*રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા*