નર્મદા જિલ્લાના વાડવા ગામે થયેલી મારામારી માં ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે.મળતી માહિતી અનુસાર સુધીરભાઇ મુળજીભાઇ વસાવા ઉ.વ.આ.૪૨ રહે.વડપાડા વડ ફળીયું તા. દેડીયાપાડા જી.નર્મદા નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેઓ પોતાના ઢોરો મોસ્કુટ ગામની સીમમાં ચરાવવા જતા હતા તે વખતે (૧) મહેન્દ્રભાઈ ગોવિંદભાઇ વસાવા રહે.ઝરી, તા.દેડીયાપાડા જી.નર્મદા તથા (૨) અમિતભાઇ રામાભાઇ વસાવા તથા (૩) અર્જુનભાઇ રામાભાઇ વસાવા બને રહે.બેળદા (ઝરી) તા.દેડીયાપાડા જી.નર્મદાનાઓ એ રસ્તામાં આવી તેમને કહેવા લાગેલ કે, પંચમાં બેસેલ હતા ત્યાં તુ કેમ બહુ બોલતો હતો અને અમિતભાઈ વસાવા પણ કહેતા હતા કે, પંચ બેસેલ તે દિવસે કેમ મારા પિતાજી સાથે બોલાચાલી કરેલ હતી તેમ કહી ગાળા ગાળી તેમજ ઝપાઝપી કરી વાંસની લાકડી ઝુંટવી લઈ લાકડી વડે જમણા હાથના કાંડાના ભાગે તથા જમણા પગના ભાગે લાકડીના સપાટા મારી ત્રણેય આરોપીઓએ તેમને ગળાના ભાગે તથા બરડાના ભાગે ઢીકાપાટુંનો ગેબી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરતા દેડિયાપાડા પોલીસે ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

*રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા*